The Man, Myth and Mystery - 15 in Gujarati Drama by Sahil Patel books and stories PDF | માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 15

Featured Books
Categories
Share

માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 15


ભાગ 15 : કોયડાઓ નો ઉકેલ

રહસ્યો નો આવડો મોટો માયાજાળ સાંભળીને શીન ફરી મૂંઝાયો અને બોલ્યો - " એક મિનિટ, આ વળી ડીવા કોણ ? તે નામ વચ્ચે ક્યાંથી આવ્યું ! મે તો આ નામ પણ પહેલી વખત સાંભળ્યું છે , હજુ તમે લોકો મને સ્પષ્ટપણે નથી કહી રહ્યા , કોણ છે આ ડીવા? "

" અરે એ તો રીદ્ધવ ને  તો બહુ સારી રીતે ખબર હશે ,  તેનું તો નવું ઉપનામ પણ થવાનું હતું DRK પણ ના થયું , અફસોસ !! " ધનશ એ RK ને ચીડવતા અને થોડા હસી મજાક ની રીતે કહ્યું.
.
RK બોલ્યો, " હા ધનશ ! બધા લોકો SK ની જેમ નથી હોતા કે જેમાં લાગણીઓ ના હોય, અમે તો  માણસ માં આવીએ ને એટલે સહજ રીતે અમારા માં પ્રેમ ની લાગણી હોઈ એટલે એવું થઈ જાય, એ સમયે મને ખબર નહોતી ડીવા વિશે એટલે થાય એવું , માણસ છીએ ભૂલ તો થાય ને "

તે બોલતો જ હતો ત્યાં તેની વાત કાપતા ઊર્જા બોલી - " શું કહ્યું તે ?  SK લાગણીઓ વિનાનો છે એમ ? તમને શું લાગે એ પથ્થર જેવો માણસ છે એમ ? તો તમે લોકો હકીકત થી વાકેફ નથી , તમને લોકો ને નથી ખબર કે હિમાલય માં ગયા બાદ તમારા આ મુખ્ય સ્તંભ ને કેમ ફાર્મા કંપની જ શરૂ કરવાનો ઉપાય આવ્યો ? એ આરામથી બીજા ક્ષેત્ર માં જઈ શકતો હતો , તેની પાસે તો ફાઇનાન્સ ની દુનિયા નું ઊંડાણ નું નોલેજ હતું ,  આમ છતાં તેણે કેમ શરૂઆત ફાર્મા થી કરી ? પૂછ્યું છે કોઈ દિવસ તેને , નહિ ને... હું જણાવી દઉં કે SK ની સફળતા અને મારી નિષ્ફળતા બન્ને  ને એક કડી જોડે છે , જેનું નામ છે Lady SK , SK છોકરો નહિ ; પરંતુ SK નામની છોકરી , જેને એક અલગ જ પ્રકાર ની બીમારી હતી , તે ઔષધિઓ ને ઓળખવામાં અને તેમાંથી વિવિધતા શોધવામાં ખૂબ જ નિપુણ હતી , હિમાલય , SK અને SK ફાર્મા ને જોડતી કડી એટલે એ છોકરી કે જેને એક અજીબ બીમારી હતી અને તે સારવાર માં અમારી દવા નો ઉપયોગ કરવામાં આવ્યો અને તેના ભયંકર પરિણામ સ્વરૂપ તેણીનું નું મોત નિપજ્યું , ત્યારબાદ આ મહાશય SK એ તેણીની યાદ માં SK ફાર્મા કંપની બનાવી., તેણીની રીસર્ચ આગળ વધારી અને ઔષધિઓ માંથી ઉપચાર વડે એક સફળ કંપની બનાવી અને અમારા ધંધા ને ભાંગી પાડ્યો, આ કંપની નું મૂળ કારણ છે તે છોકરી , જેને પ્રત્યે SK ને લાગણી હતી , આશ્ચર્યની વાત તો એ છે કે તમને લોકો ને આ વાત ની જાણ નથી , વાહ !! શું વાત છે, આ તો  ગજબ કહેવાય !!"

આટલું બોલીને ઊર્જા હસે છે અને પ્રથમ વખત બધાએ એવું દ્રશ્ય જોયું હશે કે SK નો સંપૂર્ણ એટિટ્યુડ તૂટી ગયો હોય
.
આ જોઈને ઊર્જા ફરી બોલી, " શીન તું જે જગ્યા એ તાલીમ લેતો હતો ત્યાંના મુખ્ય અધિકારી વિશે જાણશ ? તે પેલી છોકરી નો માનેલો ભાઈ છે , SK ની સામે જેટલા જેટલા લોકો ગયા છે તે લોકો નો ખુબ જ ખરાબ હાલ થયો છે ; પરંતુ યાદ રાખજે SK કે આ ખેલ તો હજી શરૂ થયો છે પૂરો થતાં ખૂબ જ સમય લાગવાનો છે "

બસ પત્યું તારું , ચાલો હવે દરેક ને સિક્રેટ જગ્યા એ લઈ જાઓ .  -  ધનશ બોલ્યો.