The Man, Myth and Mystery - 20 in Gujarati Thriller by Sahil Patel books and stories PDF | માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 20

Featured Books
  • नज़र से दिल तक - 14

    अगली सुबह hospital के atmosphere में वही usual hustle था, ले...

  • Shadows Of Love - 2

     Secrets of the Night – झील के भीतरझील की सतह पर उभरा वह चमक...

  • अंतिम प्रतिबिंब

    कहानी का शीर्षक: अंतिम प्रतिबिंब ️ लेखक: विजय शर्मा एरी---रव...

  • जीवन का विज्ञान - 1

    जीवन का विज्ञान देह, मन, आत्मा और मृत्यु का संतुलित रहस्य —...

  • Saza e Ishq - 1

    एक बड़े से महल जैसे घर में एक बड़े से कमरे में एक बड़े से मि...

Categories
Share

માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 20

ભાગ 20 : અજાણ્યો માણસ અને મનોમંથન

મંદિર ના ગર્ભગૃહ ના દરવાજા પાસે જમણી તરફ પ્રકાશ આવતો જોઈને શીન ત્યાં થંભી ગયો અને તેણે ત્યાં નિરીક્ષણ કરીને જોયું તો એક અંડર ગ્રાઉન્ડ રસ્તો પસાર થઈ રહ્યો હતો એ જોઈને તેણે તરત મિત્રા ને કહ્યું કે - જો આ રસ્તો , આ રસ્તેથી જ પેલો માણસ અહી આવતો હશે અને અહીથી જ તે બહાર જતો હશે , મને લાગે છે આ સિક્રેટ જગ્યાની બહાર જવાનો રસ્તો પણ આ જ હશે , ચાલ આ રસ્તે આપણે જઇએ અને ચકાસીએ કે શું છે ત્યાં !

મિત્રા એ શરૂઆત માં ના પાડી ; પરંતુ શીન ની જીદ્દ ના લીધે તેણીએ પણ રસ્તા માં જઈને જોવાનું નક્કી કર્યું, બન્ને અંડર ગ્રાઉન્ડ રસ્તા માં પહોંચ્યા, થોડા આગળ ચાલ્યા ત્યાં મોટા અક્ષરોથી લખેલું હતું થર્ડ ડિગ્રી ટનલ, આ જોઈને જ મિત્રા બોલી - " બસ, હવે અહીથી આગળ જવું આપણા માટે સુરક્ષિત પ્રતીત નથી થઈ રહ્યું, આપણે ફરી મંદિર માં જઈને અહીથી નીકળી જવું જોઈએ, આ જગ્યા જેટલી રમણીય છે એટલી જ રહસ્યમયી અને ખતરનાક છે અને એમાં પણ થર્ડ ડિગ્રી ટનલ !! મારે મોત નો તાંડવ જોવાનો કંઈ શોખ નથી, હું હવે અહીથી નીકળવા માગું છું બસ ! "

તેણી આટલું બોલી ત્યાં તો એક માણસ ત્યાં આવ્યો અને કઈક કેમિકલ છાંટી દીધું જેનાથી શીન અને મિત્રા બન્ને બેભાન થઇ ગયા, શીન પેલા માણસ ને હોંશ ખોતાં પહેલાં એકવાર નીરખીને જોવા માંગતો હતો, પરંતુ તે માણસે પોતાનું સંપૂર્ણ ચહેરો ઢાંકેલો હતો, બસ એનો અવાજ સંભળાયો - " હવે ફરીથી અહીં આવવાની ભૂલ ના કરતા, પ્રથમ વખત છે એટલે માફ કરું છું, હવે કરશો તો સીધો જોવા મળશે ટનલ નો તમાશો "

થોડીવાર પછી શીન અને મિત્રા ગેસ્ટ રૂમ માં પહોચી ગયા હતા, ત્યાં ડેવિન, ડીવા, હેપીન, માયા અને ઊર્જા હતા, એ લોકો ને મિત્રા પૂછે છે કે,
" અમે લોકો અહીં કંઈ રીતે પહોંચી ગયા? તમને કોઈને કંઈ ખબર છે?  "

અહીં કેમ પહોંચ્યા એટલે ? તો તમે હતા ક્યાં ? તમે તો પોત-પોતાના ગેસ્ટ રૂમ માં જ સૂતાં પડ્યા હતા ને ! અમે આ જગ્યા નું રમણીય સ્વરૂપ ને જોયું અને તમે નીંદર ને, ખરેખર તમે ઘણું ગુમાવ્યું છે " હેપીન બોલ્યો.

" ઓ ભાઈ ! અમે કંઈ સૂતાં નહોતા બરોબર, અમે મંદિર માં ગયા હતા અને ત્યાંથી... " મિત્રા બોલી જ રહી હતી ત્યાં શીન તેને અટકાવતા બોલ્યો - ત્યાંથી અમે અહી આવ્યા , તમે એકવાર મંદિર ની મુલાકાત લઈ લો એ પણ કુદરતની અમૂલ્ય દેણ જ છે .

આમ કહ્યા પછી શીન મિત્રા ને એક તફર લઈ જઈને કહે છે કે - " આપણે જે અજાણ્યા માણસ ને મળ્યા હતા તેની વાત તે સાંભળીને ? તો કેમ ભૂલી જાશ ! આ વાત બોલવી પણ ખૂબ ખતરનાક છે, કેમ તું બધાને મોત ના મુખમાં નાખવા માંગે છે ? એ માણસ નો અવાજ મને પાકે પાયે યાદ છે કે એ અવાજ મે મારા કોલેજ ના દિવસો માં ક્યાંક સાંભળેલો છે, મારે કોલેજ ના ફંકશન ના વીડિયો જોવા જોશે, મને યાદ છે ત્યાં સુધી આ અવાજ નો પત્તો મને ફાંકશન માં વીડિયો માંથી જરૂર ને જરૂર મળી જશે "

એમ કહીને શીન ગાર્ડ પાસે જાય છે અને કહે છે કે મારે RK નું કામ છે, શું હું એને મળી શકીશ ?

ગાર્ડ એ ઉતર આપ્યો કે, " માફ કરશો ! પરંતુ તમે લોકો કોઈને મળી શકશો નહિ, જો અમારા સર ની ઈચ્છા હશે તો એ સામેથી તમને મળવા આવશે "

આ સાંભળીને શીન ને થયું કે ખરેખર અઘરી માયાજાળ છે !

આ અજાણ્યો માણસ ! એની વાતો, એનો SK સાથે સંબંધ અને અવાજ પણ મે સાંભળેલો ! એ માણસ છે તો ખૂબ જ મગજ વાળો , પોતાનો ચહેરો નથી બતાવ્યો ; પરંતુ જો એને એ વાત નો પત્તો લાગી જશે કે હું એના અવાજ ને જાણવા માટે કઈક કરીશ તો એને અવશ્ય ખબર પડી જશે , મારે મારી રીતે જ નવો રસ્તો ગોતવો પડશે.

આવું મનોમંથન તેના મન માં લાંબો સમય ચાલ્યું.