ભાગ 3 : SK નો પરિચય
ઊંડી વિચારમાળા દરમિયાન અચાનક છોકરા નો ફોન વાગ્યો
"હેલ્લો, મારે તારી જરૂર છે , ખૂબ જ મોટી ઈમરજન્સી છે , હું ડેવિન બોલું છું, સાંભળ, મે એક સેમિનાર વિદ્યાર્થીઓ માટે બોલાવ્યો હતો , એમાં મુખ્ય વક્તા અમુક કારણોસર અનુપસ્થિત રહેશે , જેની જાણ મને અત્યારે થઈ , જો સેમિનાર નહીં થાય તો વિધાર્થીઓ હોબાળો મચાવી દેશે, તો તારે અહીં આવીને વક્તા બનવાનું છે. હું જાણું છું તું મને ના નહિ કહે, તો આપણે સભાખંડ માં મળીએ હું તને સરનામું મોકલી આપું છું "
ફોન કપાયો અને પેલો છોકરો વિચારે છે કે - વાહ કેવા મિત્રો છે મારા !
થોડા દિવસ પહેલા આજ માણસ એમ કહેતો હતો કે મારી વાતો નકામી છે , લોકો ની સામે મારી બેજ્જતી કરતો હતો અને મારા આવા વિચારો અને મોટીવેશન ને કોઈ નથી સાંભળતુ એમ કહીને ગયો હતો , હવે જરૂર છે તો આવી ગયો મદદ માગવા, જે હોઈ તે, મારે ત્યાં જવું જોઈએ અને મારા વિચાર રજૂ કરવા જોઈએ, ખરેખર તો વિધાર્થીઓ ને મારી જરૂર છે.
જે સરનામું ડેવિન એ આપ્યું હતું ત્યાં પેલો છોકરો પહોંચી ગયો.
સભા શરૂ થઈ અને છોકરા એ પોતાનો પરિચય આપ્યો
" હું SK, હું અહી તમને પ્રેરણા આપવા નથી આવ્યો પરંતુ તમારા અંદર ની એ ક્ષમતા ને જગાડવા આવ્યો છું જે તમને પ્રેરણા આપશે ."
આમ તેણે પોતાની વાતો રજૂ કરી , વિધાર્થી જીવન માં કેવા કેવા એવા માર્ગો છે જ્યાંથી જીવન પરિવર્તિત થાય , શું મુશ્કેલીઓ છે , શું સમજદારી દાખવવી જોઈએ , એ બધી વાતો તેણે ખૂબ જ સરસ રીતે ઉદાહરણ સહિત સમજાવી. આમ તેનું એક જોરદાર વક્તવ્ય પૂર્ણ કર્યું, બધા લોકો એ તેના વખાણ કર્યા , તાળીઓના ગડગડાટ થઈ ગયા.
આ સેમિનાર માંથી ડેવિને લગભગ 1 લાખથી વધુ રૂપિયા કમાવ્યા હશે. ઘણા સંચાલકો એ ડેવિન ને કહ્યું કે - ડેવિન આપણે આપણા વક્તા ને રૂપિયા આપવા જોઈએ, તેણે આપણને છેલ્લે મુશ્કેલ સમય માં મદદ કરી છે.
ડેવિને ના પાડી અને કહ્યું કે SK એ સારી સ્પીચ નથી આપી, આ તો અમુક લોકો ને સારું લાગ્યું હશે એટલે અને એ તો આપણા કોન્ટ્રાક્ટ નો ભાગ પણ નથી, એટલે એને રૂપિયા નહિ મળે , એમ કહીને એ SK વિશે થોડું ખોટું બોલવા લાગ્યો.
SK બધું સાંભળી રહ્યો હતો અને તે ડેવિન પાસે આવ્યો અને કહ્યું કે - મારી પાસે તારા કરતા વધુ રૂપિયા છે, તો તું મને નહિ આપ તો ચાલશે કેમ કે મે મારા ખુદ ના દમ પર રૂપિયા કમાવેલા છે નહિ કે ખોટા કામ કરીને , આ જે કામ મેં કર્યું છે એના હું પૈસા નથી લેતો , સારા વિચારો લોકો સુધી પહોંચાડવા એ મારું કર્તવ્ય છે , એટલે તું મને ગુસ્સો ના આપાવ નહિતર તને તો ખબર જ છે કે આ ગુસ્સા નું શું પરિણામ હોઈ શકે છે. ડેવિન ડરી ગયો , કેમ કે તે જાણતો હતો કે SK નો ક્રોધ એટલે એના માટે ભયંકર સ્થિતિ નું નિર્માણ , એટલે તેણે SK ની માફી માંગી.
SK ઘરે પહોચ્યો અને વિચાર્યું કે
આ દુનિયા માં લોકો સ્વાર્થી છે તે માત્ર પોતાનું જ વિચારે છે, આખા માનવજાત વિશે તો કોઈ વિચારતું જ નથી કે બીજા કોઈ વિશે પણ નહિ એટલે મૂળ વાત તો એ જ છે કે મારે સ્વાર્થી બનવું પડશે ખાસ કરીને એવા લોકો સામે જે સ્વાર્થી છે.
આ જ સાચો ઉપાય છે કે આવા લોકો સાથે આવી જ રીતે વર્તવું જોઈએ અને જે છોકરી ને હું મળ્યો હતો તે સાચી હતી મારે સ્વાર્થી બનવું પડશે, હા !! આ જ મારો ઉપાય છે..
હવે સમય આવી ગયો છે કે આ દુનિયા ને SK નો પરિચય કરાવવામાં આવે.......