The Man, Myth and Mystery - 9 in Gujarati Fiction Stories by Sahil Patel books and stories PDF | માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 9

Featured Books
  • नज़र से दिल तक - 14

    अगली सुबह hospital के atmosphere में वही usual hustle था, ले...

  • Shadows Of Love - 2

     Secrets of the Night – झील के भीतरझील की सतह पर उभरा वह चमक...

  • अंतिम प्रतिबिंब

    कहानी का शीर्षक: अंतिम प्रतिबिंब ️ लेखक: विजय शर्मा एरी---रव...

  • जीवन का विज्ञान - 1

    जीवन का विज्ञान देह, मन, आत्मा और मृत्यु का संतुलित रहस्य —...

  • Saza e Ishq - 1

    एक बड़े से महल जैसे घर में एक बड़े से कमरे में एक बड़े से मि...

Categories
Share

માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 9

ભાગ 9 - SK ની પ્રેમ માં દખલગીરી


આ તરફ હેપીન મન માં ને મન ચિંતા માં હતો કે આ લોકો મને શું કરવાનું કહેશે કે જેમાં મને ફાયદો અને નુકસાન છે ?

SK હેપીનના હાવભાવ ને ઓળખી ગયો અને કહ્યું કે, " ચિંતા ના કર, તને એક સારું કામ જ કરવા માટે આપીશું, જો તું કામ માં સફળ રહીશ તો એમાં તારો ખૂબ જ મોટો ફાયદો છે, તને ખબર હશે કે થોડા દિવસ થી માયા અને શીન વચ્ચે ગાઢ સંબંધ થઈ ગયો છે, તારે આ સંબંધ માં ભંગાણ કરવાનું છે. "

"પણ એ લોકો તો ખૂબ નજીક ના સંબંધ માં છે, શું એમની પ્રેમ કહાની તોડવી જરૂરી છે? અને એ પણ મારા જ દ્વારા? " હેપીન ખૂબ જ આશ્ચર્ય સાથે બોલ્યો.

" તારા દ્વારા નહિ, પણ મારા નામ થી, તારે બસ માત્ર હું કહું એમ કરીને છેવટે મારું નામ દઈ દેવાનું છે કે મને SK એ કરવાનું કહ્યું હતું "

" પણ એમાં તારો શું ફાયદો અને તું એવું શું કામ કરશ જેમાં તને ભવિષ્ય માં ખૂબ મોટા આઘાત લાગશે " હેપીન ચિંતા સાથે બોલ્યો.

" SK ના મગજ ને કોણ સમજી શકે છે, એ જે કરે ત્યારે કંઈ સમજણ જ ના પડે કે શું કરી રહ્યો છે અને અંતે બધાનો ફાયદો જ હોઈ છે એ તો તું જાણશ ને ? " મુખ્ય અધિકારી બોલ્યા.

SK એ સંપૂર્ણ પ્લાન હેપીનને જણાવ્યો.

બીજે દિવસે હેપીન , માયા ના પપ્પા અને પોલીસ ઓફિસર સહિત અમુક લોકો ઓફીસે આવ્યા અને શીન ને પોલીસે પકડી લીધો, શીન કંઈ સમજે એ જ પેલા માયા ના પપ્પા બોલ્યા કે બેશરમ તને શરમ નથી આવતી મારી છોકરી સાથે આવું કરતા ?

"પણ મેં શું કર્યું ?" શીને પૂછ્યું.

માયા પણ ત્યાં આવી અને કહ્યું કે આ બધું શું ચાલે છે, પપ્પા તમે અહીં શું કરો છો ? અને આ પોલીસ કેમ શીન ને પકડે છે?
માયા ના પપ્પા બોલ્યા, " તું કઈ પણ ના બોલ ઘરે થી ભાગી ગઈ હતી અને અમને કોઈને જણાવ્યું પણ નહિ આ શીન જ તારો ડ્રગ સપ્લાયર છે ને એને હવે પોલીસે પકડી લીધો છે હવે તારા તમામ ખેલ સમાપ્ત .

ડ્રગ્સ ? માયા આ શું કહે છે, તું ભાગી ગઈ હતી અને એ પણ ડ્રગ્સ ના કેસ માં? 

"હા, એ વાત સાચી કે હું ભાગી હતી, પણ હું ડ્રગ્સ કેસ માં નથી, મને ફસાવવામાં આવી હતી, પરંતુ તમે શીનને છોડી દયો તે એવો માણસ નથી "

થોડી વાર પછી મુખ્ય ઓફિસર ત્યાં આવે છે અને પોલીસ સાથે શીન ની વાતચીત કરે છે, બધો મામલો સેટ કરે છે અને માયા ને તેના પપ્પા સાથે મોકલી દે છે.

શીન એ પૂછ્યું, પોલીસ અને માયા ના પપ્પા અચાનક કેમ અહી આવ્યા ?, એમને મારા વિશે કેમ ખબર પડી ? મને જે કેમ પકડ્યો ? કોઈએ તો અને બોલાવ્યા હશે , કોઈ એ મારા વિશે પોલીસ ને કહ્યું લાગે , કોણ મને એ રીતે બરબાદ કરવા માગતું હતું ?

હેપીન બોલ્યો- " મેં બોલાવ્યા હતા, કેમ કે તને માયા થી દુર રાખવો જરૂરી હતો "

માયા ડ્રગ્સ વાળા સાથે જોડાયેલી નથી તમે ખોટા આરોપો ના મૂકશો , મને એના પર ભરોસો છે , ને તે કેમ મારું નામ આપ્યું , હું હવે તને માફ નહીં કરું... શીન બોલતો જ હતો ત્યાં હેપીને તેની વાત કાપતા કહ્યું

" મને જેમ SK એ કરવાનું કહ્યું, તેમ મેં કર્યું છે, તું ને માયા વધુ નજીક આવી ગયા હતા એટલે આ કરવું જરૂરી હતું "

" SK !.. તેની સાથે હું નાના મોટા ખેલ કરતો એટલે તેણે બદલો લેવા માટે આવું કર્યું હશે, હું SK ને નહિ છોડુ તેણે બે માણસો ની જીંદગી બરબાદ કરી છે, શું આવું કરીને એને આનંદ મળતો હશે ? ખોટા કેસ કબાડા કરીને એને દિલ માં શાંતિ થઈ હશે ને ? પરંતુ હવે આજીવન હું SK ને શાંતિ થી જીવવા નહિ દવ "  શીન ગુસ્સા માં બોલતો ગયો ને બહાર ચાલ્યો ગયો.

રાતે શીન બાર માં દારૂ પી ને એક ને એક વાત નું રટણ કરતો હતો.

" SK હવે તું જોઈશ શીન નો ખોફ ".

બદલા ની આગ તેના માં જાગેલી હતી...