The Man, Myth and Mystery - 25 in Gujarati Fiction Stories by Sahil Patel books and stories PDF | માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 25

Featured Books
Categories
Share

માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 25

ભાગ 25 : SK ની ચપળતા અને ભારતીય સંસ્કૃતિ


શીન ના પ્રશ્ન નો જવાબ મળ્યો પુનઃ સંસ્થાપન , પણ કંઈ બાબત માટેનું પુનઃ સંસ્થાપન ? શું છે તેમાં ?

ત્યારે મિત્રા એ કહ્યું - " શરૂઆત થી લઈને અત્યાર સુધી તમે  તમામ લોકો અંધકાર માં હતા , આ જે બધું થઈ રહ્યું છે એની હકીકત કોઈને ખબર જ નથી , ઊર્જા ને એમ હતું કે સામ્રાજ્ય ના ત્રણ સ્તંભ છે, તેને એમ હતું કે SK ઓફિસ માં કામ કરવા આવે છે અને તેના બધા રહસ્યો જાણે છે ; પરંતુ શરૂઆત થી લઈને અત્યાર સુધી તમામ પરિણામો ઊર્જા ની વિરુદ્ધ માં હતા , જ્યારે હું સૌ પ્રથમ વખત SK ને મળી ; એ જગ્યા હતી મંદિર , ત્યાં થી મુલાકાત બાદ તેણે જણાવ્યું કે હવે આગળ શું કરવાનું છે , તેના જેવો જ દેખાતો રોબોટ તૈયાર કરવામાં આવ્યો  અને તેમાં માનવ નું મૃત શરીર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સના મદદ થી તેમાં લાગણીઓ પણ  નાખવામાં આવી અને ત્યારબાદ ઓફિસે તેનું ટ્રાયલ થતું હતું ,એ એક અદ્ભુત ટેક્નોલોજી હતી ! પરંતુ ઊર્જા ને  તો એમ જ  હતું કે એ SK છે, તેને શું બધાને એમ જ લાગે , કોઈ ભેદ ન ઓળખી શકે ,  અને આમ ઉર્જા SK ની જાળ માં ફંસાય છે, હકીકત માં તે જે વિચારતી હતી એવું કંઈ હતું જ નહીં !  "


" અને હા ! ડેવિન અને ડિવા આ બન્ને લોકો SK ની મિલકત પાછળ પડ્યા હતા અને તેમાં ને તેમાં તેમણે બે લોકો ના ખૂન કર્યા હતા જેના પરિણામ સ્વરૂપ તેમને આ ટનલ માં રખાયા છે, પ્રોફેસર ની હકીકતથી તો વાકેફ જ હશો , તવંશ અને ઊર્જા બન્ને SK ને મારવા માટે પ્લાનિંગ કરી રહ્યા હતા , જ્યારે SK ની સંપતિ હડપવા વાળા ડેવિન અને ડિવા સાથે બધા લોકો ભેગા થાય છે ત્યારે એક ગ્રુપ બનાવીને SK ની વિરુદ્ધ બધા ષડયંત્રો શરૂ થયા ; પરંતુ SK ની બુદ્ધિ ચપળતા એ બધા ની ઉપર હતી , જે દિવસે ઊર્જા બહાર હતી ત્યારે રાત્રિ ના સમયે તત્કાળ SK એ મિટિંગ બોલવી અને મિત્રા ને ઊર્જા ની જગ્યા અપાવી દીધી અને ઊર્જા ને ટનલ માં નજરકેદ રાખી , ત્યારબાદ એક્સપેરીમેન્ટ માટે રોબોટ ને તૈયાર કર્યો , એમાં પ્રોગ્રામ નાખ્યા અને લોહીની બોટલો ભરી ; જેનાથી લાગે કે ખેરખર ખૂન થયું છે, સરકારી અધિકારીઓ સાથે વાત કરીને એમને ગુપ્ત રીતે જણાવી દેવામાં આવ્યું જેનાથી ખબર પડે કે કોણ છે એ માણસ જે SK ને મરવા માગતો હતો અને આ રીતે તવંશ ને પકડી પાડયો "
ધનશ એ બધું વિસ્તારપૂર્વક સમજાવ્યું.


" પરંતુ આ વાતને પુનઃ સંસ્થાપન સાથે શું લેવા-દેવા ? " શીન એ ફરી આતુરતાપૂર્વક પૂછ્યું .

" લેવા-દેવા છે ! વિશ્વ ટેકનોલોજી માં આગળ વધી રહ્યું છે ; તેની પાછળ કંઈ મોડર્ન સાયન્સ નથી એ  સાબિત કરવું હતું મારે , આજનું બધું સાયન્સ જોડાયેલું છે ભારતની પ્રાચીનતમ સંસ્કૃતિઓ સાથે , વર્ષો પહેલા ટેકનોલોજી ભારત પાસે હતી , આપણે તો બસ એનું પુનઃ સંસ્થાપન કરીએ છીએ , વર્ષો પહેલા રાવણ પોતાનો વેશ બદલીને સીતા પાસે ગયો હતો , શું એ ટેક્નોલોજી નથી ? બસ આવી જ રીતે  વાસ્તવિકતા માં સમગ્ર વિશ્વ માં મારે એ જ બતાવવું હતું કે આ નવો એકસપેરીમેન્ટ એ મારા દેશ ના પ્રાચીનતમ તત્વો સાથે જોડાયેલો છે, એટલી વિશાળ અને સમૃદ્ધ છે મારા દેશ ની સંસ્કૃતિ , બીજા દેશો કરતાં સમૃદ્ધ છે મારો આ દેશ  "
SK એ ભારપૂર્વક જવાબ આપ્યો.

" પણ કોણ એવું માનતું હતું કે આપણી સંસ્કૃતિ પાછળ છે ? કોને સાબિત કરવું હતું ? અને આ ખેલ ક્યારે બંધ થશે ? "