ભાગ 22 : અલવિદા SK
રાત્રિ ના સમયે જ અચાનક બધી ન્યૂઝ ચેનલ માં આ સમાચાર મોટા પાયે ફેલાવવા મંડ્યા હતા કે SK આવવાનો છે , બીજે દિવસે સવારે ખૂબ મોટા પાયે માણસો ભેગા થઈ ગયા , જ્યાં SK તાલીમ લેવા જતો હતો , તે જ જગ્યા પાસે તે આવવાનો હતો , અને સવાર ના પહોર માં જ સમગ્ર શહેર બ્લોક......
ખૂબ જ ભીડ , ખૂબ જ ટ્રાફિક લોકો ના ટોળાઓ ભેગા થઈ ગયા કેમ કે ઘણા સમય થી લોકો જાણવા માગતા હતા કે એ વ્યક્તિ જેની પાસે અબજો પૈસા છે એ આખરે છે કોણ ?
વહેલી સવાર થી જબરદસ્ત ગોઠવણીઓ શરૂ ! , સિક્યોરિટી માટે સરકાર દ્વારા રાતો-રાત પ્રબંધ થઈ ગયો અને જાણે કઈક મોટું જ રહસ્ય ખુલવાનું હોઈ એમ માણસો ના ટોળાઓ ઉમટી પડ્યા હતા.
બપોર નો સમય થવા આવ્યો હતો અને ત્યારે એક હેલિકોપ્ટર આવ્યું અને લેન્ડ થયું , બે ચાર માણસો સાથે આવ્યો દેશ ના સૌથી મોટા કંપની સામ્રાજ્ય નો માલિક SK !
તે બસ નીચે ઉતરીને માણસોની મેદની સામે બોલ્યો, " હું SK, દેશ ની મોટા ભાગ ની કંપનીઓ જે મારી પાસે છે, દેશ ની સમગ્ર અર્થ વ્યવસ્થા જે મારા હેઠળ છે, પૈસા અને વ્યવસ્થા નું ફેલાયેલું સામ્રાજ્ય, જેનો માલિક..."
બસ આટલું જ બોલાયું ત્યાં તો તેના શરીર ને વિંધતી ગોળી ત્યાંથી પસાર થઈ......
" દેશ ના સૌથી ધનાઢ્ય વ્યક્તિનું ખૂન.... "
અચાનક જ આવી હેડલાઇન બધા ન્યૂઝ માં ફરતી થઈ ગઈ
અને થોડા જ સમય માં ત્યાં હાહાકાર મચી ગયો , જે શૂટર હતો તે પકડાઈ પણ ગયો ; પરંતુ આશ્ચર્ય ની વાત તો એ હતી કે સરકાર દ્વારા સિક્યોરિટી ની વ્યવસ્થા હતી ; એટલું જ નહિ પરંતુ જે સામ્રાજ્ય માં ધનશ જેવો સ્તંભ હોઈ , RK જેવા બુદ્ધિશાળી લોકો હોય , તે સામ્રાજ્ય ને કંઈ રીતે વિખેરી નાખ્યું ? ઊર્જા નું એ બ્રહ્માસ્ત્ર કામ કરી ગયું , પરંતુ શું સરકાર અને ઊર્જા મળેલા હતા ? આ આખો પ્લાન હતો શું ? અને જો આ પ્લાન આવડા મોટા પાયે બનેલો હોય તો SK ને પણ તેની જાણ ન થઈ ? સરકાર કેમ કશું કરી ન શકી ? એ મુખ્ય પ્રશ્ન હતો.
એનાથી પણ ભયાનક સ્થિતિ ત્યારે સર્જાઈ જ્યારે દેશ ના શેર માર્કેટ માં કડાકો બોલી ગયો , કેમકે 90 % સેક્ટર ની કંપનીઓ નું ઉપર હતી SK ની કંપની , SK private limited દેશ માં અનેક મોટી મોટી કંપનીઓમાં ઈન્વેસ્ટર હતી , એ પણ ખૂબ જ મોટી રકમ માં , વળી આ કંપની માં મોટા ભાગનો સ્ટેક SK પાસે જ હતો એટલે સમગ્ર માર્કેટ નો મોટો સ્ટેક SK સાચવીને બેઠો હતો , તેના મોત ના આવા સમાચાર આવતા જ શેર માર્કેટ સાવ તળિયે.....
સરકાર નું આ પ્લાન માં શામેલ હોવું તો સાવ વ્યર્થ છે , આમ છતાં SK ને કોણ મારી ગયું કંઈ ખબર ન પડે એવું તો બને જ નહિ ; તવંશ , જેના પર SK ને શંકા હતી એ જ તવંશ , માસ્ટર માઇન્ડ અને નાનપણથી જેને SK થી ચીડ હતી એ માણસ , જેણે પોતાની પહેચાન બદલીને ઓફિસ જોઈન કરેલી , ઊર્જા અને ડેવિન જેવા લોકો ને પોતાનો પ્લાન સમજાવ્યો અને પછી શરૂ થઈ આગ , ઈર્ષ્યા ની આગ....
જે પહોંચી SK ના મૃત્યુ સુધી
SK ના મૃત શરીર પાસે આવીને તે બોલ્યો, " અલવિદા SK, મારું કામ અહી પૂર્ણ થયું "
શું SK નું મોત જ એનું કામ હતું ?