The Man, Myth and Mystery - 10 in Gujarati Fiction Stories by Sahil Patel books and stories PDF | માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 10

Featured Books
Categories
Share

માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 10


ભાગ 10 :  SK નું રહસ્ય


શીન રાત્રિ ના સમયે વધુ આલ્કોહોલ પી ગયો હતો અને તે સતત ને સતત  એક ને એક વાત નું રટણ કરી રહ્યો હતો, તેની આવી પરિસ્થતિ જોઈને એક માણસ ત્યાં આવ્યો અને તેણે શીન સાથે વાત કરવાની કોશિશ કરી.

પેલા માણસે શીન ને જોયો અને કહ્યું, " તું તો શીન છે ને? મને ઓળખ્યો હું તારો શિક્ષક "

શીને થોડી વાર નિરીક્ષણ કર્યું, તે હોશ માં નહોતો એટલે થોડી વાર સુધી સામું જોયું  અને કહ્યું, " અરે આવો સર તમે પણ અહી કઈ ગમ ઉતારવા આવ્યા લાગો છો બેસો આપણે
બન્ને સાથે ગમ ઉતારીએ "  તે નશા ની હાલત માં બોલી રહ્યો હતો.

" ના, મારે તો આજનું બસ થઈ ગયું,  તું આ વારંવાર SK ના નામનું રટણ કેમ કરે છે ?  હું તને ઘણા સમય થી સાંભળું છું, કોણ છે આ SK ? અને તું એને કંઈ રીતે ઓળખશ ? "

અરે !!  સર SK, 7 વર્ષ પેલા જે હિમાલય ના પર્વતો માં ગાયબ થઈ ગયો એ SK  - શીન બોલ્યો.

" 7 વર્ષ પેલા? 7 વર્ષ પહેલાં તો...! "

" હા સર એ જ છોકરો જેને આખી દુનિયા એ નકામો સમજ્યો હતો અને કોઈ એની સાથે ઉભુ નહોતું,  કોઈ તેને મહત્વ નહોતું આપતું, બધા લોકો તેની સામે હતા , તે ખૂબ હતાશા માં હતો,   ત્યારે એ  બધા દર્દો  ને પોતાની  સાથે રાખીને  બધાને છોડીને ભાગી ગયો અને 5 વર્ષ બાદ નામ અને પહેચાન બદલીને SK તરીકે પાછો ફર્યો છે "

" SK... ! તને ખબર છે SK કોણ છે એ ? , SK ની કંપની ભારત ની 100 જેટલી અલગ અલગ સેક્ટર ની કંપનીઓ ની મુખ્ય કંપની છે , એ માણસ પાસે અનેક ગણો પૈસો છે , છેલ્લા 2 વર્ષ માં આ કંપની એ વિશ્વોતર લેવલે ચઢાણ કર્યું છે, ખૂબ જ મોટું નામ કમાવ્યુ છે, મારી જાણકારી માં છે ત્યાં સુધી તેમાં મુખ્ય 3 વ્યક્તિઓ કાર્યરત છે અને SK ના પિતા ને માત્ર નામ પૂરતા સંચાલક બનાવ્યા છે અને તું એમ કહી રહ્યો છે કે મારો એ વિદ્યાર્થી જે હિમાલય ભાગી ગયો હતો એક સમયે તેની પાસે કંઈ નહોતું, એ તો આજે દેશ નો સૌથી ધનવાન માણસ બની ગયો છે , તને ખરેખર નથી ખબર SK વિશે? "

" ના, એને ક્યાંથી ખબર હોય, પ્રોફેસર "  ધનશ બાર માં આવીને બોલ્યો.

" તો કોને ખબર હોય? " સર એ પૂછ્યું.

આપશ્રી જે SK ને શોધીને એની તમામ મિલકતો હડપવા માટે બેઠા છો તો તમને ખબર હોય ને , શીન ને ક્યાંથી ખબર હોય?

"એમ ? તું કોણ ?" પ્રોફેસર એ પૂછ્યું.

" અરે હા, દર વખતે જલ્દી જલ્દી માં મારો પરિચય જ રહી જાય છે, હું ધનશ, તમે જેમ કહ્યું ને મુખ્ય 3 વ્યક્તિઓ છે એમાંનો હું એક " ધનશ એ પોતાના રમૂજી હાવભાવ માં સ્ટાઇલ સાથે જણાવ્યું.

" ઓહો! પણ ધનશ તે આ બાર માં આવી ને આ વાત કહી ને ભૂલ કરી, આ બાર મારી છે, અહીં થી હવે તું જઈ નહીં શકે " સર બોલ્યા.

" બાર તમારી છે નહીં , પણ હતી, જે હવે  મે  ખરીદી લીધી છે, આ માણસો પણ મારા જ છે,  ચિંતા ન કરશો અમે કઈ નહીં કરીએ , એમાં એવું છે ને સર જે લોકો SK ની સામે જવાની કોશિશ કરે છે ને એ તમામ લોકો નો અને એક સિક્રેટ જગ્યા એ  અમે એક અનોખો હિસાબ લઈએ છીએ " ધનશ ફરી બિંદાસ બનીને બોલ્યો.

" ચાલો આ પ્રોફેસર ને પણ સિક્રેટ જગ્યા એ લઇ જાઓ અને શીન ને ઊંઘ ની દવા આપીને ઘરે મૂકી આવો તે નશા માં છે અને કાલે તો તે બધું ભૂલી જશે "

પણ એક હકીકત થી કોઈ વાકેફ નહોતું કે શીન ના ફોન માં રેકોર્ડર ચાલુ હતું જેની શીન ને પણ નહોતી ખબર.....