મને જાણવાનું ખૂબ ગમશે કે મારી માતાએ મારું નામ "ઇનોલા"(ENOLA) કેમ રાખ્યું, જે, વિરુદ્ધ રીતે, એકલા(ALONE) લખાય છે. મમ્મીને, અથવા કદાચ હજુ પણ, સાઇફરનો (સાંકેતિક ભાષા) શોખ હતો, અને તેના મનમાં કંઈક તો હશે, પછી ભલે તે ભવિષ્યવાણી હોય કે ડાબા હાથના આશીર્વાદ હોય કે, પહેલેથી જ, યોજનાઓ હોય, ભલે મારા પિતાનું હજુ અવસાન થયું ન હતું ત્યારે પણ. કોઈ પણ સંજોગોમાં, "તું તારી જાતે ખૂબ સારું કરીશ, ઇનોલા," તે લગભગ દરરોજ મને કહેતી હતી કારણ કે હું મોટી થઈ રહી હતી. ખરેખર, આ તેની સામાન્ય ગેરહાજર મનની વિદાય હતી કારણ કે તે સ્કેચ-બુક, બ્રશ અને વોટરકલર સાથે ગ્રામ્ય વિસ્તારમાં ફરવા જતી હતી. અને ખરેખર, મારા ચૌદમા જન્મદિવસની જુલાઈની સાંજે, જ્યારે તેણીએ અમારા ઘર ફર્ન્ડેલ હોલમાં પાછા ફરવાનું પસંદ ન કર્યુ ત્યારે તે મને એકલી છોડી ગઈ હતી.
ખોવાયેલ રાજકુમાર - 1
પ્રથમ પ્રકરણમને જાણવાનું ખૂબ ગમશે કે મારી માતાએ મારું નામ ઇનોલા (ENOLA) કેમ રાખ્યું, જે, વિરુદ્ધ રીતે, એકલા(ALONE) છે. મમ્મીને, અથવા કદાચ હજુ પણ, સાઇફરનો (સાંકેતિક ભાષા) શોખ હતો, અને તેના મનમાં કંઈક તો હશે, પછી ભલે તે ભવિષ્યવાણી હોય કે ડાબા હાથના આશીર્વાદ હોય કે, પહેલેથી જ, યોજનાઓ હોય, ભલે મારા પિતાનું હજુ અવસાન થયું ન હતું ત્યારે પણ.કોઈ પણ સંજોગોમાં, તું તારી જાતે ખૂબ સારું કરીશ, ઇનોલા, તે લગભગ દરરોજ મને કહેતી હતી કારણ કે હું મોટી થઈ રહી હતી. ખરેખર, આ તેની સામાન્ય ગેરહાજર મનની વિદાય હતી કારણ કે તે સ્કેચ-બુક, બ્રશ અને વોટરકલર સાથે ગ્રામ્ય વિસ્તારમાં ...Read More
ખોવાયેલ રાજકુમાર - 2
અને મારે તેને શોધવી જ પડશે.શોધતા શોધતા, મેં જંગલ પાર કર્યું જ્યાં પેઢીઓથી શિકારીઓ સસલા અને ગ્રાઉસ(એક પક્ષી) નો કરતા હતા હું ગ્રોટોના ફર્નથી છવાયેલા ખડક પર નીચે અને ઉપર ચડી જેના પરથી બંગલાનું નામ રાખવામાં આવ્યું હતું જે મને ખૂબ ગમતું હતું, પરંતુ આજે હું રોકાઈ નહીં. હું પાર્કની ધાર સુધી ચાલતી રહી, જ્યાં જંગલો સમાપ્ત થયા અને ખેતીની જમીન શરૂ થઈ.અને મેં ખેતરોમાં આગળ શોધ કરી, કારણ કે મમ્મી ફૂલો માટે ત્યાં ગઈ હશે. શહેરથી બહુ દૂર ન હોવાથી, ફર્ન્ડેલના ભાડૂતો શાકભાજીને બદલે બ્લુબેલ, પેન્સી અને લીલી ઉગાડવા લાગ્યા હતા, કારણ કે તેઓ કોવેન્ટ ગાર્ડનમાં દરરોજ તાજા ...Read More
ખોવાયેલ રાજકુમાર - 3
શ્રીમતી લેન દ્વારા મને વિનંતી કરાયેલ ચા પીધા પછી, મેં સૂકા નીકરબોકર્સ પહેર્યા અને મારો પત્ર ગામમાં પહોંચાડવા માટે લાગી."પણ વરસાદ પડે છે તો તમે પલળી જશો, ડિક પત્ર પહોંચાડી દેશે," શ્રીમતી લેને કહ્યું, ફરીથી તેના એપ્રોનમાં હાથ વીંટાળતા વીંટાળતા.ડિક તેનો મોટો દીકરો હતો, જે એસ્ટેટની આસપાસ નાના-મોટા કામ કરતો હતો, જ્યારે રેજિનાલ્ડ, જે તેનાથી થોડો વધુ બુદ્ધિશાળી કોલી કૂતરો હતો, તેની દેખરેખ રાખતો હતો. શ્રીમતી લેનને એમ કહેવાને બદલે કે મને આ મહત્વપૂર્ણ કામ માટે ડિક પર વિશ્વાસ નથી, મેં કહ્યું, "હું ત્યાં હોઉં ત્યારે હું થોડી પૂછપરછ કરીશ. હું સાયકલ લઈ જઈશ."આ કોઈ જૂની હાઈ-વ્હીલ બોન-શેકર નહોતી, ...Read More
ખોવાયેલ રાજકુમાર - 4
મારા પગ ભારે થઈ ગયા, હું બાજુના દરવાજામાંથી, મમ્મીના બેડરૂમમાં ગઈ.અને ઘણા કારણોસર અટકી ગઈ, આશ્ચર્યચકિત થઈ ગઈ. સૌ અને મુખ્ય વાત કે મમ્મીના ચમકતા, આધુનિક પિત્તળના પલંગની સ્થિતિ: વિખાયેલ હતી. મારા જીવનની દરેક સવારે, મમ્મીએ ખાતરી કરી હતી કે હું નાસ્તા પછી તરત જ મારો પલંગ વ્યવસ્થિત કરું અને મારો રૂમ વ્યવસ્થિત કરું; તો શું તે પોતાના પલંગ પરથી લિનનની રજાઈ પાછળ તરફ જવા દે અને ઓશિકાઓ ત્રાંસા અને ઈડરડાઉન કમ્ફર્ટર પર્સિયન કાર્પેટ પરથી લટકતું મુકી દે?વધુમાં, તેના કપડાં યોગ્ય રીતે મુકવામાં આવ્યા ન હતા. તેનો બ્રાઉન ટ્વીડ વોકિંગ સૂટ ખૂબ જ બેદરકારીથી સ્ટેન્ડિંગ મિરરની ટોચ પર ફેંકી ...Read More