મને ડૉ. વોટસન દ્વારા મારા ભાઈની સિદ્ધિઓની યાદી યાદ આવી: વિદ્વાન, રસાયણશાસ્ત્રી, ઉત્તમ વાયોલિનવાદક, નિષ્ણાત નિશાનબાજ, તલવારબાજ, એક લાકડી ફાઇટર, મુક્કાબાજ અને તેજસ્વી અનુમાનાત્મક વિચારક.
પછી મેં મારી પોતાની સિદ્ધિઓની એક માનસિક યાદી બનાવી: વાંચવા, લખવા અને સરવાળો કરવામાં સક્ષમ; પક્ષીઓના માળાઓ શોધવા; ખોદીને કીડા કાઢવા અને માછલી પકડવા; અને, હા, સાયકલ ચલાવવામાં સક્ષમ.
સરખામણી એટલી નિરાશાજનક હતી કે, મેં મારું ધ્યાન રસ્તા પર કેન્દ્રિત કરવાનું વિચારવાનું બંધ કરી દીધું, કારણ કે હું ચોસર્લિયાની ધાર પર પહોંચી ગઈ હતી.
કોબલ્ડ (એક પ્રકારનો પથ્થર) શેરીઓમાં ભીડ મને કંઈક અંશે ડરાવી રહી હતી. કાઈનફોર્ડની ધૂળિયા ગલીઓમાં અજાણ્યા લોકો અને વાહનો વચ્ચે મારે રસ્તો કાઢવો પડ્યો: બારો(શાકભાજી ની ટ્રૉલી) માંથી ફળ વેચતા પુરુષો, મીઠાઈ વેચતી ટોપલીઓ સાથે સ્ત્રીઓ, પ્રામ(બાળકને જેમાં રાખવામાં આવે તે કેરેજ) ધકેલતી આયાઓ, ઘણા બધા રાહદારીઓ ઘણા બધા ગાડા, કોચ અને ગિગ્સ, બીયર-વેગન, કોલસા-વેગન અને લાકડા-વેગન, એક ગાડી, ઓછામાં ઓછા ચાર ઘોડાઓ દ્વારા ખેંચાતી ઓમ્નિબસથી બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ બધા વચ્ચે, હું રેલ્વે સ્ટેશન કેવી રીતે શોધી શકું?
વેઈટ, મેં કંઈક જોયું. ઘરની ટોચ પર મહિલાની ટોપી પર શાહમૃગના પીંછાની જેમ ઉછળતું એક સફેદ પીંછુ ગ્રે આકાશમાં હતું. વરાળ એન્જિનનો ધુમાડો.
પેડલ મારતા, મેં તરત જ એક ગર્જના, ચીસ જેવો, રણકતો અવાજ સાંભળ્યો - એન્જિન આવી રહ્યું હતું. હું પ્લેટફોર્મ પર પહોંચી તે જ સમયે.
ફક્ત થોડા મુસાફરો ઉતર્યા, અને તેમાંથી મને બે ઊંચા લંડનવાસીઓને ઓળખવામાં કોઈ મુશ્કેલી ન પડી જે મારા ભાઈઓ હોવા જોઈએ. તેઓએ સજ્જનોના ગ્રામીણ પોશાક પહેર્યા હતા: વેણીની ધારવાળા ઘેરા ટ્વીડ સુટ, સોફ્ટ ટાઇ, બોલર ટોપી. અને બાળકોના મોજા. ઉનાળાની ઋતુમાં ફક્ત સામાન્ય લોકોએ મોજા પહેર્યા હતા. મારો એક ભાઈ થોડો જાડો થઈ ગયો હતો, જે તેનો રેશમી કમરનો કોટ બતાવતો હતો. મને લાગે છે કે તે માયક્રોફ્ટ હશે, જે સાત વર્ષનો મોટો હતો. બીજો - શેરલોક - તેના ચારકોલ સૂટ અને કાળા બૂટમાં પાવડાની જેવો સીધો અને શિકારી કૂતરા જેવો સ્થિર ઊભો હતો.
તેમની ચાલવાની લાકડીઓ ફેરવતા, તેઓએ કંઈક શોધતા, આજુબાજુ તરફ માથું ફેરવ્યું, અને તેમની નજર સીધી મારા પર પડી.
દરમિયાન, પ્લેટફોર્મ પરના બધા લોકો તેમની તરફ નજર નાખી રહ્યા હતા.
અને જ્યારે હું મારી સાયકલ પરથી રીતસરની કૂદી પડી ત્યારે હું ધ્રૂજતી હતી. મારા પેન્ટાલેટમાંથી દોરીનો એક પટ્ટો, સાયકલની ચેઇનમાં અટવાઈ ગયો, ફાટી ગયો અને મારા ડાબા બૂટ પર લટકવા લાગ્યો.
તેને ઉપાડવાનો પ્રયાસ કરવા જતાં, મારી શાલ નીચે પડી ગઈ.
આ કામ ન થયું. ઊંડો શ્વાસ લેતા, મારી શાલ મારી સાયકલ પર અને મારી સાયકલ સ્ટેશનની દિવાલ સાથે ટેકવીને મૂકીને, હું સીધી થઈ અને બે લંડનવાસીઓ પાસે ગઈ, હું મારું માથું ઊંચું રાખવામાં સફળ ન થઈ.
" મિસ્ટર હોમ્સ," મેં પૂછ્યું, "અને, અમ, મિસ્ટર હોમ્સ?"
બે જોડી તીક્ષ્ણ ભૂખરી આંખો મારા પર ટકેલી. બે જોડી કુલીન ભમર ઉંચા કર્યા.
મેં કહ્યું, "તમે, અમ, તમે મને અહીં મળવા માટે કહ્યું હતું." "ઈનોલા?" બંનેએ તરત જ બૂમ પાડી, અને પછી ઝડપથી વારાફરતી કહ્યું:
" તું અહીં શું કરી રહી છે? તે ગાડી કેમ ન મોકલી?"
"આપણે તેને ઓળખવી જોઈતી હતી; તે બિલકુલ તારા જેવી જ દેખાય છે, શેરલોક." તો પછી જે ઊંચો, પાતળો હતો તે ખરેખર શેરલોક હતો. મને તેનો હાડકાવાળો ચહેરો, તેની બાજ આંખો, ચાંચ જેવું નાક ગમ્યું, પણ મને લાગ્યું કે તેના જેવું દેખાવું એ મારી પ્રશંસા નથી.
"મને લાગ્યું કે તે સ્ટ્રીટ અર્ચિન (શેરીમાં રહેવાવાળુ બાળક) છે."
"સાયકલ પર?"
"સાયકલ કેમ? ગાડી ક્યાં છે, ઈનોલા?"
મેં આંખ મીંચી: ગાડી? ગાડી મુકવાની ઓરડીમાં લેન્ડાઉ (ઘોડાગાડીનું પાછળનું કેરેજ) ધૂળ ખાઈ રહ્યા હતા, પરંતુ ઘણા વર્ષોથી ઘોડા નહોતા, કારણ કે મારી માતાનો વૃદ્ધ શિકારી મૃત્યુ પામ્યો હતો.
"હું ઘોડા ભાડે રાખી શકી હોત, મને લાગે છે," મેં ધીમેથી કહ્યું, "પણ મને ખબર નથી કે તેમને કેવી રીતે ચલાવવા."
મજબૂત બાંધો ધરાવનાર માયક્રોફ્ટે કહ્યું, "તો પછી આપણે એક સ્થિર સ્ટેબલ બૉય અને ગ્રુમ (જે ઘોડાની દેખભાળ કરે છે) ને કેમ પૈસા આપી રહ્યા છીએ?"
"માફ કરશો?"
"શું તું મને એમ કહી રહી છો કે ઘોડા નથી?"
"પછીથી, માયક્રોફ્ટ!" આદેશાત્મક સરળતા સાથે, શેરલોકે એક રખડતા છોકરાને બોલાવ્યો. "જાઓ અમને એક ઘોડાગાડી ભાડે આપો." તેણે છોકરા તરફ એક સિક્કો ફેંક્યો, જેણે તેની ટોપીને સ્પર્શ કર્યો અને દોડી ગયો.
"આપણે અંદર રાહ જોવી જોઈએ," માયક્રોફ્ટે કહ્યું. "અહીં પવનમાં, ઈનોલાના વાળ વધુને વધુ શિયાળના માળા જેવા દેખાતા હતા. તારી ટોપી ક્યાં છે, ઈનોલા?"
ત્યાં સુધીમાં, કોઈક રીતે, મારા માટે "કેમ છો" કહેવાનો અથવા તેઓએ કહેવાનો, "તને ફરીથી જોઈને ખૂબ આનંદ થયો, મારી પ્રિય" અને હાથ મિલાવવાનો, અથવા એવું કંઈક કહેવાનો સમય પસાર થઈ ગયો હતો, ભલે હું પરિવાર માટે શરમજનક હતી. ત્યાં સુધીમાં, મને પણ ખ્યાલ આવવા લાગ્યો હતો કે "કૃપા કરીને સ્ટેશન પર મળો" એ પરિવહન માટે વિનંતી હતી, મારી જાતને રૂબરૂ રજૂ કરવા માટે નહીં.