‘અદિતિ ફોકસ કર ફોકસ. તારૂ ડ્રીમ, હજુ એના માટે તારે ભણવાનું છે. એક છોકરાના ચક્કરમાં તારું ભણવાનું ના બગાડ’ આવું અદિતિ પોતાની જાતને કહી રહી હતી. અદિતિ એકદમ નીડર અને ભણવામાં અવ્વલ આવતી છોકરી છે જેને આરવ નામના એક છોકરા સાથે પ્રેમ થઇ જાય છે. ત્યાં જ એના ફોનની રીંગ સંભળાય છે. ફોનને જોતા જાણે પોતાને કહેલી વાત છુમંતર થઇ જાય છે. ફેસપર પ્યારી મુસ્કાન સાથે ફોન ઉપાડે છે. સામે છેડેથી આરવ,’આદિ, કેટલી વાર હોય ફોન ઉપાડવામાં? આજે ક્લાસમાં આપડે લેકચર બંક કરીએ તો? આમેય હવે કલ્ચરલ વિક શરુ થવામાં છે તો કોઈ આવશે પણ નઈ. પછી વેકેશન પડી જશે
સોલમેટસ - 1
‘અદિતિ ફોકસ કર ફોકસ. તારૂ ડ્રીમ, હજુ એના માટે તારે ભણવાનું છે. એક છોકરાના ચક્કરમાં તારું ભણવાનું ના બગાડ’ અદિતિ પોતાની જાતને કહી રહી હતી. અદિતિ એકદમ નીડર અને ભણવામાં અવ્વલ આવતી છોકરી છે જેને આરવ નામના એક છોકરા સાથે પ્રેમ થઇ જાય છે. ત્યાં જ એના ફોનની રીંગ સંભળાય. ફોનને જોતા જાણે પોતાને કહેલી વાત છુમંતર થઇ અને ફેસપર પ્યારી મુસ્કાન સાથે ફોન ઉપાડે છે. સામે છેડેથી આરવ,’આદિ, કેટલી વાર હોય ફોન ઉપાડવામાં? આજે ક્લાસમાં આપડે લેકચર બંક કરીએ તો? આમેય હવે કલ્ચરલ વિક શરુ થવામાં છે તો કોઈ આવશે પણ ન ...Read More
સોલમેટસ - 2
આગળના ભાગમાં તમે જોયું કે અદિતિ સ્યુસાઈડ કરે છે. જેનું કારણ હજુ બધા માટે અકબંધ હોય છે. આત્મહત્યા ક્યાં કરી એ તો અદિતિના ફોનમાં રહેલા ફોટો દ્વારા જાણવા મળ્યું અને એ પુરાવાના આધારે આ કેસને મર્ડરમાં પણ ફેરવવામાં આવ્યો છતાં પણ કોણે આ ફોટા મોકલ્યા એ જાણી શકવા માટે પોલીસ અઠવાડિયા પછી પણ અસમર્થ હતી.આમ જોતા તો આ કેસ ફટાફટ સોલ્વ થઇ જાય એવો હતો. અદિતિના ફોનમાં આવેલા મેસેજના નંબર પરથી આરોપીને પકડી શકાય એમ હતું પણ એ નંબર ફક્ત ચાર આંકડાનો ૦૬૦૮ હતો. કોઈ લોકેશન કે નંબર પરથી આગળ કોઈ માહિતી પોલીસને મળી શકી નહોતી.હજુ પણ પોલીસ દ્વારા ...Read More
સોલમેટસ - 3
આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથે ડાયરી વિષે થયેલી વાત યાદ આવે છે. ઢળતી સાંજે અદિતિ અને આરવ ઘ-૪ના ગાર્ડનમાં બેસેલા હતા. આકાશ જાણે કુદરતના બધાજ કલરને આવરી લેવા માંગતું હોઈ એમ સંધ્યા સોળે કળાએ ખીલી ઉઠી હતી. અદિતિ એની ડાયરીમાં પોતાની ગમતી મોરના પીંછા વાળી કલમથી લખી રહી હતી. આ એ જ કલમ હતી જે આરવએ અદિતિને એના જન્મદિવસ પર ભેટ આપી હતી. આરવ થોડી વાર અદિતિ સામે અને થોડી વાર કુદરતની આ કળાને નિહાળતો હતો. આસપાસ નાના બાળકો રમતા હતા. એના વાલીઓ પોતાની જગ્યા લઈને લીલીછમ લોન પર બેસીને સોનેરી સાંજ ...Read More
સોલમેટસ - 4
આગળના ભાગમાં તમે જોયું કે રુશી પાસે અદિતિની ડાયરી હોઈ છે. આરવને ડાયરી જોતા જ અદિતિ સાથે ગાળેલો સમય આવી જાય છે અને રુશીને રીક્વેસ્ટ કરે છે કે તે ડાયરી પોલીસને સોપે એના કરતા એને આપે જેથી આ ડાયરી અદિતિની આખરી નિશાની રૂપે તે પોતાની પાસે રાખી શકે. આરવ આશાભરી નજરે રુશીને વિનંતી કરી રહ્યો હતો ડાયરી આપવા માટે. રુશીને પણ એમ થતું હતું કે તે આ ડાયરી આરવને આપે પણ ક્યાંક તેને લાગતું હતું કે શાયદ આ ડાયરીમાં કોઈ ઠોસ પુરાવો પોલીસને મળી જાય કે જેથી અદિતિના હત્યારાને પકડી શકાય એટલે એને આરવને કહ્યું, ‘આરવ, મને તને ડાયરી ...Read More