Soulmates in Gujarati Fiction Stories by Priyanka books and stories PDF | સોલમેટસ - 26

Featured Books
Categories
Share

સોલમેટસ - 26

આરવ એના સ્ટડીડેસ્ક પર બેઠો બેઠો ડાયરીમાં લખી રહ્યો હતો. હવે જાણે આ જ એની અદિતિ હોય એમ બધું એ આમાં જ શેર કરતો. પ્રોજેક્ટનું કામ હવે શરુ થઇ ગયું હતું એટલે એ આખો દિવસ વ્યસ્ત રહેતો અને બને એટલું પોતાની જાતને વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરતો.
થોડા સમય પહેલાજ પોલીસસ્ટેશનથી ફોન આવ્યો હતો અને એને બોલાવ્યો હતો. આ સમયે પોલીસ સ્ટેશન? નક્કી કાઈક તો છે એમ વિચારીને એ ઉભો થઇ અને તૈયાર થઈને નીકળ્યો.
પોલીસસ્ટેશન પહોચતા જ બહાર બાંકડે એણે રુશીને બેસેલી જોઈ. એને એ દિવસ યાદ આવી ગયો જયારે રુશીના આ કેસમાં સંડોવણીની વાત કરવામાં આવી હતી. ત્યારે રુશી પરનો ગુસ્સો, દુખ એ લાગણી અને આજે ખબર નહિ કેમ પણ એને ત્યાં જઈને રુશીને સાંત્વના આપવાનું મન થયું. એ હજુ રુશી પાસે જાય એ પહેલા જ પ્યુને આવી અને આરવ અને રુશીને એસપી ઝાલાની કેબીનમાં આવવા જણાવ્યું.
અંદર આવતાજ એસપી ઝાલા એમના અસલ રુઆબમાં જણાયા. કડકાઈવાળો ચહેરો, જાણે આરોપીને કોઈ ઝુલ્મ આપવાનો હોય એમ. છતાય એક પ્રેમાળ સ્મિત સાથે એમણે આરવ અને રુશીને બેસવા જણાવ્યું.
ચેર પર બેસતાજ આરવે અહિયાં બોલાવવા અંગેનું કારણ પૂછ્યું.
“મી.આરવ, આજે ફાઈનલી આ કેસ સોલ્વ થયો છે. હું આગળ કશું જણાવું એ પહેલા હજુ એક વ્યક્તિની રાહ જોવી પડે એમ છે.”એસપી ઝાલા કોઈની રાહ જોતા હોય એમ લાગ્યું.
‘આ કેસ સોલ્વ થઇ ગયો? મતલબ ધવલને દોષી?’ આ વિચારતા જ રુશીનો ચહેરો રડું રડું થઇ ગયો.
ત્યાંજ કેબીનના દરવાજે ટકોરા પડ્યા. એસપી ઝાલાએ અંદર આવવા જણાવ્યું. દરવાજો ખુલતા જ એક વ્યક્તિ અંદર દાખલ થયો.
“ધવલ!” આરવ ફાટી આંખે જોઈ રહ્યો. તીવ્ર ગુસ્સાના ભાવ આર્વના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવ્યા. જો એ પોલીસસ્ટેશનમાં ના હોત તો કદાચ એ ઉભો થઈને ધવલને મારવાજ મંડ્યો હોત પણ એણે ખુબ કોશિશ કરીને પોતાનો ગુસ્સો દબાવી દીધો. છતાય ચહેરાના હાવભાવ પર્થીએનો ગુસ્સો સ્પસ્ટ દેખાય આવતો હતો.
આ બાજુ આરવ દ્વારા ધવલનું નામ બોલાતાજ રુશીએ પણ દરવાજા તરફ જોયું. કેટલાય દિવસો પછી ધવલને જોતાજ એનાથી રડાય ગયું. એણે આજુબાજુની પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વગર દોડીને સીધી ભેટી પડી.
ધવલ પણ રુશીને જોઇને ઈમોશનલ થઇ ગયો હતો પણ એ સભાન હતો. છતાં જેવી રુશીએ ધવલને હગ કરી એવું એ પણ થોડીવાર માટે ભૂલી ગયો કે એ કઈ જગ્યાએ છે. રુશી રડતી હતી અને ધવલ પણ ભીની આંખે એની પીઠ પસરાવતો હતો.
“જરૂર હતી તારી” રુશી રડતા રડતા આટલું જ બોલી.
ધવલે રુશીને પોતાનાથી દુર કરી અને એને સંભાળીને ચેર પાસે લઇ જઈને ચેર પર બેસાડી. એસપી ઝાલાએ પ્યુનને ઈશારો કરતા ત્રીજી ચેર પણ રુશીની બાજુમાં ગોઠવી અને ધવલને ચેર પર બેસવા ઈશારો કર્યો.
એસપી ઝાલાનું ધવલ માટે આવા વર્તનથી આરવ મૂંઝાયો. છતાં સત્ય શું છે એ થોડીવારમાં ખબર પડવાની જ હોવાથી એ ચુપ રહ્યો.
“તો આજે તમને આ કેસને લગતી તમામ ઇન્ફોર્મેશન તથા આરોપીની વિગત આપવા માટે બોલાવ્યા છે.” એસપી ઝાલાએ પાણીનો ગ્લાસ હાથમાં લઇ અને પાણી પીધું.
“પહેલાતો હું આ કેસની ઇન્ફોર્મેશન તમને આપીશ પછી તમે લોકો મને કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો.” પાણીના ગ્લાસને ટેબલ પર મૂકી કોસ્ટર ગ્લાસ પર મુક્તા બોલ્યા.
“હા તો, આ વાતની શરૂઆત થઇ આરવે આપેલી રીંગથી. આવી સેમ રીંગ રુશી તથા ધવલે પહેરેલી હતી એટલે એ જ્યાંથી લીધી તે જવેલર્સને અમે પૂછ્યું ત્યારે ખબર પડી કે એ જ દિવસે અને એ જ સમયે ધવલ દ્વારા બે કપલ રીંગ ખરીદવામાં આવી હતી. એક રીંગ ધવલ અને રુશી માટે અને બીજી રીંગ અમિત અને અદિતિ માટે.”
અમિત કોણ છે અને ધવલ અને રુશીને તો ખબર હતી છતાય એમણે કપલ રીંગ કેમ ખરીદી એ આરવ વિચારી રહ્યો હતો.
“અમિત એ ધવલનો ખાસ ફ્રેન્ડ અને આ કેસનો મુખ્ય આરોપી” એસપી ઝાલા થોડું વાતને ક્લીઅર કરતા બોલ્યા.
ધવલ અને રુશી નીચે જોઇને સાંભળી રહ્યા હતા. આરવને હજુ સમજાતું ના હોય એમ એ ફાટી આંખે એસપી ઝાલા તરફ જોઈ રહ્યો હતો.
“અમિતની અદિતિ માટેની ફીલિંગની એ સમયે રુશીને ખબર નહોતી અને અદિતિને પણ નહિ. અમિત અદિતિના એકતરફી પ્રેમમાં હતો. ઘણીવાર એણે અદિતિનો કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરી હશે પણ અદિતિએ ક્યારેય આવું અમિત માટે વિચાર્યું નહોતું. તમને યાદ હોય આરવ તો અદિતિએ ડાયરીમાં એના વિષે ઉલ્લેખ કરેલો છે તમને યાદ છે?” આરવ સામે જોઇને એસપી ઝાલાએ પૂછ્યું.
આરવ વિચારતો હતો કે ‘અમિતનું નામ તો મેં સાંભળ્યું છે પણ ડાયરીમાં આનો ઉલ્લેખ ફક્ત’ “હા...યાદ આવ્યું. અદિતિને અમદાવાદથી ગાંધીનગર લઇ આવવાવાળો જે ભાઈ હતો એ.”
“હા એકદમ બરાબર. જ્યારથી એણે અદિતિને પહેલી વાર જોઈ ત્યારથી એ એના એકતરફી પ્રેમમાં હતો. એટલેજ એણે એની બહેન દ્વારા અદિતિનો કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરી હતી. એની બહેન એટલે કે નિધિ અને અદિતિ બંને ટૂંક સમયમાં મિત્રો બની ગયા હતા. એટલે નિધિએ પણ અમિતને સમજાવ્યો હતો કે અદિતિ કોઈ આરવ નામના છોકરાને પ્રેમ કરી રહી છે.” આરવની સામે જોઇને એસપી ઝાલા બોલ્યા.
“એક દિવસ અદિતિ અને નિધિ બંને બહાર મળ્યા અને રસ્તામાં વરસાદ આવ્યો. અદિતિ પાસે પોતાનું વ્હીકલ ના હોવાથી અદિતિને નિધિ પોતાના ઘરે લઇ ગઈ. એ લોકો ઘરે આવ્યા ત્યારે અમિત વેબકેમ પર કાઈક સેટ કરી રહ્યો હતો અને અદિતિ આવી એની ખબર પડતા એ અદિતિને મળવા બહાર આવ્યો. અદિતિ પલળી ગઈ હોવાથી નિધિએ પોતાના કપડા અદિતિને આપી અને ચેન્જ કરવા કહ્યું. અદિતિ જે રૂમમાં અમિત લેપટોપ પર કામ કરી રહ્યો હતો એ રૂમમાં ચેન્જ કરવા આવી. બાથરૂમની લાઈટ બંધ હોવાથી એણે કપડા રૂમ બંધ કરીને જ ચેન્જ કર્યા. એ એ વાતથી અજાણ હતી કે સ્લીપ મોડ પર રહેલા લેપટોપનું વેબકેમ ચાલુ જ હતું. કદાચ અમિત પણ આ વાતથી અજાણ હતો કે અજાણ્તાજ અડીતીનો વીડિઓ લેવાય રહ્યો છે.”
એસપી ઝાલા થોડું અટક્યા. એમણે આરવ, રુશી અને ધવલનો ચહેરો વારાફરતી જોયો. આરવ અને રુશી આશ્ચર્યમાં હતા. રુશીને પણ આ બધી માહિતી નહોતી. ધવલ ચુપ બેઠો હતો. કદાચ એને આ વાતની ખબર હશે એવું એના ચહેરા પરથી લાગ્યું.
“અદિતિ જયારે એના ઘરેથી નીકળી એ પછી ફરી જયારે અમિત કામ કરવા બેઠો ત્યારે એને ખ્યાલ આવ્યો કે અજાણ્તાજ એનાથી આવડી મોટી ભૂલ થઇ ગઈ છે. છતાં પણ એણે એ વીડિઓ સાચવીને રાખ્યો. આ લેપટોપ ધવલનું હતું અને એ જયારે એ લેવા આવ્યો ત્યારે એણે પોતાનું કોમ્પ્યુટર ખરાબ થઇ ગયું છે એવું બહાનું આપીને ધવલનું લેપટોપ જેમાં ભૂલથી વીડિઓ સેવ થઇ ગયો હતો એ પોતાની પાસે રાખ્યું.”
“આ વાતની જાણ કદાચ ધવલને ઘટનાના દિવસે જ થઇ હશે. જયારે અમિત અને ધવલ ઘ-૪ના ગાર્ડનમાં બેઠા હતા અને અમિતે જયારે જોયું કે આરવે અદિતિને પ્રોપોઝ કર્યું ત્યારે એણે ગુસ્સામાં ઘરે આવીને લેપટોપમાં રહેલો વીડિઓ કોઈ એપ્લીકેશન દ્વારા મોકલ્યો. આ બધાની જાણ થતા ધવલ અને અમિત વચ્ચે મારામારી પણ થઇ. અમિત હસી રહ્યો હતો અને આ બધું જયારે એના મમ્મીએ સાંભળ્યું ત્યારે એણે અમિતને તમાચો માર્યો. આ તમાચાથી કદાચ અમિતને પોતાની ભૂલનું ભાન થયું હશે એમ એણે રડતા એના વોલેટમાં રહેલી રીંગ ધવલને આપી અને કહ્યું કે હવે કદાચ એ આ રીંગ અદિતિને નહિ આપી શકે એમ પકડાવી અને પોતાના રૂમનો દરવાજો બંધ કરી દીધો.”
“ધવલે રુશીને ફોન કર્યો અને થોડીઘણી માહિતી આપી અને બંને પહેલા એના રૂમે ગયા જો અદિતિ ત્યાં હોય તો એના ફોનમાંથી એ વીડિઓ ડીલીટ કરી દે પણ અદિતિ ત્યાં નહોતી એટલે એ અદિતિને ગોતવા ઘ-૪ના ગાર્ડન તરફ આવ્યા. ત્યાં ધવલ પર અમિતનો ફોન આવ્યો કે એના મમ્મીને છાતીમાં દુખાવો ઉપડ્યો છે અને કહ્યું કે પેલો વીડિઓ હજુ હાલજ સેન્ડ થયો છે. અમિતને ભૂલ સમજતા એણે એ વીડિઓ કેન્સલ કરવાની ખુબ ટ્રાય કરી હશે પણ થોડા સમય પછી એ વીડિઓ સેન્ડ થઇ ગયો હતો. છાતીમાં દુખાવાની વાત સાંભળતા જ ધવલે રુશીને ઘ-૪ના ગાર્ડને ઉતારી અને અદિતિને ગોતવા કહ્યું તથા પોતે અમિતના ઘરે ગયો. રુશી ફરી રૂમે પહોંચી ત્યાં એણે અદિતિને આમ પાંખે લટકેલી જોઈ અને પછી શું થયું એ બધાને ખબર જ છે” રુશી અને ધવલ બંને અત્યારે રડી રહ્યા હતા. આરવની આંખમાં પણ આંસુ હતા
***
હજુ ઘણા પ્રશ્નો આરવ અને તમારા મનમાં ઉદ્ભવ્યા હશે. એ બધા પ્રશ્નોના જવાબ આવતા પ્રકરણમાં મળી રહેશે.