Soulmates in Gujarati Fiction Stories by Priyanka books and stories PDF | સોલમેટસ - 27

Featured Books
Categories
Share

સોલમેટસ - 27

વાચકમિત્રોનો હું હ્રદયપૂર્વક આભાર માનું છું કે આપ સૌએ આ વાર્તા વાંચી અને આપના અમુલ્ય અભિપ્રાયો મને જણાવ્યા. જયારે મેં લખવાની શરૂઆત કરી ત્યારે મને નહોતી ખબર કે આટલા બધા પાર્ટમાં હું લખી શકીશ. મારી લખવાની સ્કીલ પણ જેમ જેમ પ્રકરણો લખાતા ગયા એમ એમ સુધારતી ગઈ છે. કદાચ તમે પણ એ અનુભવ્યું હશે.
જે પ્રશ્નો આરવ, રુશી અને ધવલે પૂછ્યા હશે એના જવાબ પણ એમને એસપી ઝાલાએ એમની રીતે આપી દીધા હશે. એ લોકો એ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા હતા એટલે એમને જવાબ સમજાય ગયા હશે. પણ મારાથી કદાચ એવી કોઈ ઘટના કે કોઈ વાત જે આ વાર્તામાં જરૂરી હોય એ દર્શાવવાની બાકી રહી ગઈ હોય એટલે વિસ્તારમાં એ બધાજ પ્રશ્નોના જવાબ આપને આપી રહી છું. છતાય કોઈપણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો.
***
પ્ર. ધવલને એસપી ઝાલાએ શંકાના દાયરામાં કેમ રાખ્યો હતો? અને એની ધરપકડ કયા આધારે કરી?
 સીસીટીવી કેમેરા પ્રમાણે જયારે રુશીને ધવલ મુકવા આવ્યો ત્યારે એ ખુબ ટેન્શનમાં હતો. એના ચહેરાના ભાવ પ્રમાણે એની પર એસપી ઝાલાને શંકા હતીજ. બીજું તેણે કોમ્પ્યુટરનું સારું એવું ભણેલો હતો અને ત્રીજું કે જ્યારથી આ ઘટના બની હતી ત્યારથી એ ગાંધીનગરમાં નહોતો. એ થોડા સમય પછી ગાંધીનગરમાં આવ્યો અને એ સેક્ટર-૨૮માં આરવ અને રુશીને મળવા આવેલો હતો. જયારે એસપી ઝાલા અને કોન્સ્ટેબલ અર્જુન બીજા એક પોલીસસ્ટાફને એમની પર નજર રાખવા રાખ્યા એ પછી થોડીવાર રહીને આરવ ત્યાંથી જતો રહ્યો હતો અને પછી ધવલ અને રુશીની વાતચીત પરથી ખબર પડી કે આ કેસમાં એ બંને સંડોવાયેલા છે. વધુ પુછપરછ કરતા ધવલે એનો ગુનો કબુલ કર્યો હતો.
પ્ર. શું ધવલ અને રુશીને ખબર હતી કે કોઈ એના પર નજર રાખી રહ્યું છે?
 હા, ધવલને લાગતું હતું કે કોઈ એની પર કોઈ નજર રાખી રહ્યું છે.
પ્ર. ધવલ અને રુશીની શું વાત થઇ જેથી એમની ધરપકડ કરવામાં આવી?
 ધવલ અને રુશી આ કેસ વિષે ડીશ્કશન કરી રહ્યા હતા જેમાં અમિતનું નામ લીધા વગર પણ ઘણી આ કેસને લગતી વાતો કરી હતી. જેના પરથી વધુ પુછપરછ કરવા બંને પોલિસસ્ટેશન લઇ જવામાં આવ્યા અને પછીનું તમને ખબર જ છે.
પ્ર. ધવલ પોતે દોષી નહોતો તો એણે ગુનો કેમ કબુલ્યો?
 આના જવાબ માટે થોડું પાસ્ટમાં જઈએ. ધવલના પપ્પાએ એના મમ્મીના મૃત્યુ પછી બીજા લગ્ન કર્યા હતા. નાનપણથી માતાની મમતા ગુમાવનાર ધવલને માતાનો પ્રેમ અમિતના મમ્મી પાસેથી મળ્યો હતો. અમિતના મમ્મીએ ધવલને ખુબ પ્રેમ આપ્યો હતો અને અમિતની જેટલોજ ધવલને દીકરો ગણતા હતા. જયારે અમિતનું કારસ્તાન એના મમ્મીને ખબર પડી ત્યારે એમણે વિનંતી કરી હતી કે પોતાના દીકરાને બચાવી લે. મીરાબેન ખુબ સારા માણસ હતા. એમને આઘાત લાગ્યો હતો જયારે અમિતની ખબર પડી. અમિત ને માર્યું, ગુસ્સો કર્યો પણ છેવટે તો એક માં જ હતા ને. ધવલને પણ એ સગી માં જેવું રાખતા પણ ભગવદગીતાના પ્રથમ શ્લોક,
“धर्म-क्षेत्रे कुरु-क्षेत्रे समवेत युयुत्सवः, मामकः पांडव चैव किं अकुर्वत संजय”
 ધૃતરાષ્ટ્રએ પણ એમના અને પાંડુ પુત્રો વચ્ચે ભેદ રાખ્યા હતા તો મીરાબેનતો આજની નારી છે અને એક માં છે. એમણે ધવલને અમિતને બચાવવા વિનંતી કરી હતી. ધવલ પણ જયારે અદિતિને શોધવા રુશી સાથે નીકળ્યો અને રસ્તામાં મીરાબેનને એટેક આવ્યો એ ખબર પડી ત્યારે એ પણ આ સ્થિતિમાં વધુ વિચારી શકે એમ નહોતો.
પ્ર. અત્યાર સુધી અમિત ક્યાં હતો?
 પોતાની માતા દ્વારા પડેલા માર અને પોતાની ભૂલનું ભાન થતા એણે કોમ્પ્યુટર પર એ વીડિઓ અદિતિ સુધી ના પહોચે એના ખુબ પ્રયત્ન કર્યા. છતાં જયારે વીડિઓ અદિતિ સુધી પહોચ્યો અને અદિતિની આત્મહત્યા વિષે જાણવા મળ્યુ એટલે એ એની માનસિક સ્થિતિ ગુમાવી બેઠો હતો. ધવલ અમિતને અમિતની બહેન નિધિ જે રાજકોટ રહેતી હતી ત્યાં લઈ ગયો અને ત્યાં એની સારવાર કરાવતો હતો. સાચા ગુનેગારને પકડવામાં પોલીસ સફળ રહી એટલે એ પોલીસ કસ્ટડીમાં જ હતો.
પ્ર. અમિત પર ક્યાં સબુતના આધારે ગુનો નોંધાયો?
 અમિતનો ગુનો દાખલ કરવામાં એના મમ્મીનું બયાન કામમાં આવ્યું. પોલિસની વોચ મીરાબેન પર પણ હતી એટલે જેવા એમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા ત્યારે એમનું પણ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. એ સમયે મીરાબેનને ખબર પડી કે ધવલે અમિતનો ગુનો પોતાના નામે કરી લીધો છે ત્યારે મીરાબેનને પણ પોતાની ભૂલ સમજાય હતી. એમણે પોલીસ સમક્ષ સત્ય હકીકત કહી હતી.
પ્ર. શું રુશી અને ધવલ નીર્દોસ સાબિત થયા?
 ના, એમને પણ ગુનો છુપાવવાની સજા મળી હતી પણ છતાય એમણે જે રીતે સબંધોને મહત્વ આપ્યું એથી કદાચ આરવ અને બીજા લોકોની દ્રષ્ટિમાં એમનું સ્થાન નીચું નહોતું પડ્યું. પોતાના ભાગની સજા એમણે પૂરી કરી અને બંને લગ્નના તાંતણે બંધાય ગયા હતા. આજે એ સુખી લગ્નજીવન જીવે છે અને મીરાબેન પણ એમની સાથે રહે છે.
પ્ર. અદિતિના મમ્મી-પપ્પાની શું સ્થિતિ છે? આરવ અત્યારે ક્યાં છે અને શું કરે છે?
 એ તમને આવતા પ્રકરણમાં જાણવા મળશે.