આગળના ભાગમાં તમે જોયું કે આરવને અદિતિની ડાયરીમાંથી ‘LOVE’ લખેલી રીંગ મળે છે. આરવ એ જોઇને વિચારમાં પડી જાય છે કેમકે એ રીંગ એણે અદિતિને આપેલી નહોતી.
આરવ વિચારમાં મુકાય જાય છે કે આ રીંગ અદિતિને કોણે આપી? કેમકે આવી રીંગની શોખીન અદિતિ હતી જ નહિ. આરવે જયારે અદિતિને પ્રોપોઝ કરવાનું વિચાર્યું હતું ત્યારે એ રીંગ જ લેવા માંગતો હતો પણ એ જાણતો હતો કે અદિતિને રીંગ નો શોખ નથી. એને હાથમાં વોચ સિવાય કઈ પહેરવું ના ગમતું. એક દિવસ વાત વાતમાં અદિતિએ આરવને કહ્યું હતું કે મને રીંગ કરતા બ્રેસલેટનો વધુ શોખ છે એટલે જ આરવે અદિતિને પ્રોપોઝ કરવા માટે રીંગની જગ્યાએ બ્રેસલેટ લીધું હતું.
રિંગને સાઈડ ટેબલ પર મૂકી અને કુતુહલતાથી એ પેજ પર અદિતિએ જે લખ્યું હતું તે વાંચે છે:
૦૬/૧૦
આજે ઘણા ટાઈમ પછી હું એકલી કોફી પીવા ગઈ. આરવ નથી એટલે ગમતું પણ નહોતું. એક એસ્પ્રેસો મંગાવીને હું ખૂણાના ટેબલ પર બેઠી. જયારે અહી આવું ત્યારે આરવ પણ સાથે હોય અને આજે એ નથી એટલે એની સાથેની યાદોમાં જ મને એનો સંગાથ મળી ગયો. હું એને પ્રેમ કરું છું એ મને ખબર છે અને એ પણ મને એટલો જ પ્રેમ કરે છે એ પણ હું જાણું છું. એવું નથી કે મારે તેને દિલની વાત કહેવા સમય જોઈએ છે પણ મારા માટે મારું કેરીઅર ખુબજ અગત્યનું છે. એને પણ આગળ વધવું છે અને અમે નક્કી પણ કર્યું છે કે સાથે મળીને એક બાયોફાર્મા કંપની પણ ખોલીશું. એના માટે અમારા બંનેનું ભણવું ખુબજ અગત્યનું છે.
સોરી, એક ફ્રેન્ડ નો ભાઈ આવ્યો હતો. મને ખબર નહિ કેમ પણ એ અજીબ લાગે છે. એક તો એ મારો ફ્રેન્ડ નથી. એ મારી ફ્રેન્ડનો ભાઈ છે તોઈ કોઈકનો ફોન આવ્યો તો એમ કહ્યું કે મારી ફ્રેન્ડને મળવા આવ્યો છું. હુહ, કેવા કેવા માણસો રહે છે. એની વે, હવે હું રૂમે જાવ. આરવ નથી એટલે નોટ્સ મારે એકલાએ જ લખવી પડશે. બાય બાય.
આરવને કશું સમજાયું નહિ કે એ ક્યાં ફ્રેન્ડના ભાઈની વાત કરે છે. એટલે એ જ ખુલ્લા પેઈજ પર બીજી સાઈડ અદિતિએ શું લખ્યું છે એ વાંચવાનું શરુ કર્યું.
૧૦/૧૦
શું મુસીબત છે! રુશીની બેસ્ટ પ્રોપોઝલ માટે અમે કેટલી મહેનત કરી. એને જેમ ગમતી હતી એમ બધી પ્રીપેરેશન કરી. એને ગમે તેવી રીંગ લેવા માટે ધવલભાઈ મને સાથે પણ લઇ ગયા. મસ્ત પ્રોપોઝ પણ કર્યું યાર ધવલભાઈએ. તો પણ બેનની ડીમાંડ પૂરી ના થઇ. હવે કપલ રીંગ ક્યાંથી ગોતવા જાવ હું? રીંગમાં પણ બેનને ડાયમંડ વાળી રીંગ જોઈંએ છે. ધવલભાઈ બિચારા કેમ સાચવશે રુશીને!
આ બધી માથાકુટમાં મેં ૪ દિવસ સુધી ડાયરી પણ ના લખી. તોઈ બેનનું મોઢું ફૂલેલું ને ફૂલેલું. હશે ચાલો હવે. મને તો આવી બધી માથાકૂટ ગમતી જ નથી. મારી ડ્રીમ પ્રોપોઝલ તો બસ એક સાંજે હું આરવની પાસે બેઠી હોઈ અને મને એ પ્રેમથી I Love You કહી દે અને હું એને જોઈ રહું. એક શાંત જગ્યા જેમાં સુરજ આથમતો હોઈ, મંદ મંદ પવન ચાલતો હોઈ અને બસ ત્યાં હું અને મારો આરવ. કોઈ સાજસજાવટ નહિ બસ એકલી શાંતિ અને એમાં હું અને આરવ બસ.
શું હુય તે સાવ. અત્યારે આવું બધું વિચારીને બેઠી છું અને ત્યાં આરવિયાએ તો આવું કાઈ વિચાર્યું પણ નઈ હોઈ. એ આજે આવ્યો એમાં એતો સાવ બદલાય જ ગયો. પોતે એકતો ઘરેથી નોટ્સ બનાવીને આવ્યો હતો એમાય આવીને સ્તુતિએ શું પૂછ્યું સીધી નોટ્સ આપી દીધી. એણે મારું વિચાર્યું જ નહિ કે મને પણ જોઈતી હશે. હવે મારે એની સાથે બોલવું જ નથી. આજનો દિવસ જ ખરાબ છે. ચલ હવે હું પછી વાત કરું. બાય.
આરવે હજુ વાંચવાનું પૂરું કર્યું ત્યાં જ એના મમ્મીનો અવાજ આવ્યો કે ‘બેટા સુઈ જા મોડું થઇ ગયું છે ઘડિયાળમાં તો જો કેટલા વાગ્યા અને કાલથી કોલેજ પણ જવાનું છે.’
આરવ ડાયરી ડ્રોઅરમાં મૂકી અને લાઈટ બંધ કરી અને બેડ પર આડો પડ્યો. એની આંખમાં અત્યારે ઊંઘ ગાયબ થઇ ગઈ હતી. સતત એ વિચારોમાં હતો કે રુશીને આપેલી રીંગ અદિતિ પાસે કેમ આવી? એ ખુશ પણ હતો કે એને જેવી ડ્રીમ પ્રોપોઝલ જોઈતી હતી એવી જ આરવે અદિતિને આપી હતી પણ… એના છેલ્લા દિવસે.
***
શું હશે રીંગ અને ડાયરીમાં રીંગ વિષે લખ્યું એનું કનેક્શન?