ત્રીજું નોરતું
સુવર્ણ તેજસ્વી સમાન વર્ણ તારો
વાઘ પર અસવાર રે!..........
કમળ,ધનુષ,બાણ,ખડગ,ગદા
ત્રિશુલ જેવા દિવ્યાસ્ત્ર ધર્યા હસ્તે રે!....
મસ્તકે શોભે અર્ધચંદ્ર જેથી
માં "ચંદ્રાઘંટા" નામથી ઓળખાય રે!.......
શાંત,સૌમ્ય ને કલ્યાણકારી
સ્વરૂપ માં આપનું રે!...........
નિર્ભયતા,સાહસ ને વીરતાનો
સંચાર થાય તારી માં ભક્તિથી રે!.....
નકારાત્મક ઉર્જા,ભય,ક્લેશ ને
પાપનો નાશ થાય ભક્તના જીવનમાંથી
કૃપા રહે ભક્ત પર માં આપની રે!..........
ત્રીજા નોરતાની શુભકામના : પુષ્પા એસ.ઠાકોર
જય માં ચંદ્રઘંટા જય અંબે માં