ગમતું નથી.
💜💜💜💜💜💜💜💜
પીળું ફૂલ સૌને ગમે પરંતુ પીળું થયેલું પાન કોઈને ગમતું નથી.
ખીલતું ફૂલ સૌને ગમે પરંતુ કરમાતું ફૂલ કોઈને ગમતું નથી.
હસતું બાળક સૌને ગમે પરંતુ રડતું બાળક કોઈને ગમતું નથી.
ચોખ્ખું આંગણ સૌને ગમે પરંતુ ગંદૂ આસન કોઈને ગમતું નથી.
બેઠક બરાબર જોઈએ પરંતુ વસ્ત્ર ગંદુ સાંઘી પહેરવું ગમતું નથી.
સ્વચ્છતા સૌને ગમે પરંતુ પેટીમાં કચરું નાખવું સૂઝતું નથી.
ગરીબ કોઈને થવું નથી પરંતુ સખત પરિશ્રમ કોઈને ગમતો નથી.
બજારનું ધરાઈ ખાવું છે,પરંતુ ઘરમાં બનતું ખાવા ભાવતું નથી.
- સવદાનજી મકવાણા
(વાત્સલ્ય)
પાટણ:૨૨/૦૯/૨૦૨૬