" પિંજરાનું પક્ષી "
-----------------------
પાડ્યું નામ મારું મારા માલિકે મીઠું.
કહું મારી કહાની,નહીં બોલું જૂઠું.
મારો માલિક મને દીકરાની જેમ રાખે.
આપે નવું નવું જમવા.એ મને બહુ ચાહે
સેવ,સફરજન,મરચું આપે.
ફરજિયાત નાની વાટકીમાં પાણી રાખે.
ઘરમાં મારા માટે ધીમું સંગીત વાગે.
મારા અવાજથી નાના બાળકો જાગે.
મારી સેવામાં કસર કશી ન રાખે.
મારા દિલની વાત કહું,
ધીમેથી તમારા કાનમાં,
રહું છું હુ,શાન,આન અને ઠાઠમાં
માનો મારે,......
સોનાનું પીંજરું,ચાંદીની વાટકી.
છીનવી સ્વતંત્રતા,જાત મારી ઝાટકી.
સોના કરતાં મોંઘી સ્વતંત્રતા.
શું કહું તમને,?
નથી ગમતી મને પરતંત્રતા.
અહીં દમ ઘુટાય મારો.
આઝાદી મને અપાવો.
રહેવું મારે મારા પરિવાર સાથે.
ઉડવુ અવનવી મૌસમ લઈ માથે.
હા! ઉડવું છે,મારેખુલ્લા ગગનમાં.
છે,ગુલામીની પીડા મારા મનમાં.
પ્રાણ વગરનું પક્ષી છે પિંજરામાં.
મુક્ત કરો મને,મારી ખુશી છે એમાં.
🖊️ જયા.જાની.તળાજા."જીયા"
.