હું ના બોલું તોયે હરિ સાંભળે છે એવી એની રીત.
શું કરું વાત એના ઉરની લાગે કઠોર જ્યાં નવનીત.
મારી હારમાં એની હારને મારી જીતમાં એની જીત,
ક્યાં વાત છે આજકાલની હરિ ભવોભવની છે પ્રીત.
હું માંગું તે બધું જ ન આપે એના હૈયે વસે મારું હિત
કરી કાન સરવાને સાંભળે જ્યાં ગાઉં હું એનું ગીત .
હરપળે, હરઘડી મને હોય ભરોસો ના બનું ભયભીત
કેમ ભૂલાય મારાથી એને એ તો થઈ ગયા ઉરઅંકિત
ભૂલો મારી ભૂલવાની ટેવ એની જૂની એવા એ મીત,
ના થાય વિસ્મરણ એનું હરિમય રહે મારું બસ ચિત્ત.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.