શું પૂછો છો મુજને કે હું શું કરું છું?
મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું!
અમે માલીક પોતાના, નથી દાસ કોઈના,
અમે મસ્ત થઈને જગતમાં રમીએ.
નથી કોઈની ચિંતા, નથી કોઈની ફીકર,
અમે આપણી મૌજમાં જીવ્યા કરીએ.
નથી આશા કોઈની, નથી તૃષ્ણા કોઈની,
અમે રામના નામે જ દિવસો ભરીએ.
શું પૂછો છો મુજને કે હું શું કરું છું?
મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું!
લેખક શ્રી,સતારશા બાપુ