" વીરોને વંદન "
કારગિલના એ શિખરે જેમણે જીતનો ઝંડો લહેરાવ્યો,
માતૃભૂમિની રક્ષા કાજે એમણે પોતાનો જીવ ગુમાવ્યો.
દુશ્મનોને ધૂળ ચટાડી, સિંહની જેમ એ તો ગર્જ્યા હતા,
દેશ કાજે વહાવી લોહીની ધારા, એ વીરો લડ્યા હતા!
આજે તિરંગો ગર્વથી લહેરાઈ રહ્યો છે જે આકાશમાં,
એ અમર જવાનોની કુરબાની રહે છે દરેકના શ્વાસમાં.
ધન્ય છે આ ભારતની માટી જેમાં આવા સપૂતો પાક્યા,
શીશ નમાવી વંદન કરતાં "વ્યોમ" હિન્દુસ્તાની ન થાક્યા.
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી) અંજાર. મુ. રાપર.