મારે મારા જીવનમાં
શું શું જોઈએ છે ?
ક્યારે ક્યારે જોઈએ છે ? અને
કેટકેટલું જોઈએ છે ?
આ ત્રણ સવાલોમાં, આપણા સમગ્ર જીવનના, સુખ અને દુઃખનો સંપૂર્ણ આધાર છુપાયો છે.
જેમકે,
જો આપણો સ્વભાવ માટેને માત્ર, માંગણીઓની માળા જપવાવાળો હશે,
તો આપણા જીવનમાં એક પછી એક અલગ અલગ દુઃખને પ્રવેશતા...
કોઈ રોકી નહીં શકે, ને જો આપણો સ્વભાવ મારે જે જોઈએ છે,
એ મેળવવા માટે, હું સંપૂર્ણ ધીરજ સાથે,
શું શું કરી શકું છું ?
એના પર વિચાર કરી, અને એને અમલમાં મૂકવાવાળો હશે,
તો પછી આપણા સુખને આપણા સુધી પહોંચતા.....
કોઈ રોકી નહીં શકે.