શિવનું શરણ મારે એક જ આધાર.
શિવનું શરણ મારે ભવજળપાર.
શિવસમા ન જગમાં કોઈ દાતાર.
ભજનારના ભોળા તારણહાર.
હેત હૈયામાં જ્યાં પ્રગટે અપાર.
રીઝે છે તત્કાળ શિવ સરકાર.
ભક્તોના ભોળા દુઃખ હરનાર,
આપે અઢળક જે ભક્ત ચાહનાર.
શરણાગતનો શિવ કરે સ્વીકાર,
લખચોરાસીના જે ફેરા ટાળનાર.
ના નિરાશ કદીએ ભક્ત થનાર,
મબલખ પામતાં હરખ અપાર.
ભક્તિ આપોને શિવ એવા ઉદગાર,
સ્મરણ તમારું એ જ મારો સંસાર.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.