" તું જ આધાર છે "
મારા હર શ્વાસનો તું જ આધાર છે,
આ જીવન તો તારા વિના બેકાર છે.
બંધ આંખે સજાવ્યાં મેં જે સપનાંઓ,
એ સપનાંનો તું જ સાચો આકાર છે.
નથી જોઈતી આ દુનિયાની દોલત મને,
મારા માટે ખરી દોલત તારો પ્યાર છે.
ડર નથી આ ભવસાગરનાં મોજાંઓનો,
ભલે નૈયા મારી આજે મઝધાર છે.
સાથે તું છે તો હસતાં જીવે છે 'વ્યોમ',
બાકી, તારા વિના સૂનો સંસાર છે.
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
*જેટકો (જીઈબી), મુ. રાપર