"આકાશ તરફ મીટ"
શબ્દોનું સ્મરણ ને આકાશ તરફ મીટ,
જાણે અણધારી કોઈ સ્મરણોની રીત.
મનમાં ઘૂમરાતા કેટલાય અણકહ્યા વેણ,
શોધે છે શૂન્યમાં કોઈ હેતાળું નેણ.
પાના પર અટકેલી શાહીનો એજ સવાલ,
મૌન રહીને કેમ જીવવો આ હાલ?
વાદળની ઓથે જેમ છુપાયો છે ચાંદ,
એમ જ હૃદયમાં કોઈ સૂતો છે સાદ.
શબ્દોના પક્ષીઓ પાંખો ફફડાવે,
ખુલ્લા આભમાં એ પોતાનું ઘર બનાવે.
ભૂલાયેલી વાતોનું આછું એવું સ્મરણ,
જાણે મરુભૂમિમાં દેખાયું મૃગજળ.
તોય આંખોમાં અંજાયું છે એક જ ગીત,
"સ્વયમ્'ભૂ'," શબ્દોનું સ્મરણ ને આકાશ તરફ મીટ.
અશ્વિન રાઠોડ___"સ્વયમ્'ભૂ',"