જિંદગી: એક કોરું પાનું
વિધાતાએ આપ્યું આપણને આ એક કોરું પાનું,
જીવી લેવાનું આમાં, નહી કરવાનું કોઈ બહાનું.
નથી લખ્યા આમાં કોઈ સુખ કે દુઃખના અક્ષર,
આપણે જ ઉમેરવાના છે આપણા અક્ષર
સમયની કલમ લઈને રોજ કંઈક નવું લખીએ,
ભલે પડે ઠોકર, પણ હસતા મુખે શીખીએ.
ક્યારેક બનશે આ પાનું આંસુથી થોડું ભીનું,
પણ યાદ રાખજે દોસ્ત, મૂલ્ય નથી આનું હીનું.
રંગ ભરી દઈએ આમાં સ્નેહ અને વહાલના,
સૂર રેલાવીએ આમાં ખુશીઓની ચાલના.
જ્યારે વળશે પાછું આ જિંદગીનું છેલ્લું પાનું,
ત્યારે ગર્વથી કહી શકાય કે જીવ્યા હતા અમે "સ્વયમ્'ભૂ'," મન માનું!
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ',"