"આ દુનિયા એક જંગલ છે"
આ દુનિયા એક જંગલ છે, અહીં રોજ નવો એક ડ્રામા ક્રિએટ થાય છે,
જો પડ્યા તો લાતો ખાવાની, કારણ કે અહીં વહેતા બધા ઊંધા પવનો છે.
કોઈ નથી અહીં તારણહાર, તારે પોતે જ તારો રસ્તો બનાવવાનો છે,
જો નબળો પડ્યો તું જરાય, તો અહીં કચડાય જવાનો નિયમ છે.
ચાલ છોડ હવે આ વિક્ટિમ કાર્ડ, અહીં રડવાનો કોઈ સ્કોપ નથી,
મજબૂત બનીને જીવવું પડશે તારે, અહીં લાઈફ માટે કોઈ જોક નથી.
જો જીવવું હોય અહીં સ્વ ઈચ્છાએ, તો બનવું પડશે પાવરફુલ ને માઈન્ડબ્લોઈંગ,
નહીં તો લોકો પગ નીચે દબાવી દેશે, ને કરિયર થઈ જશે ડાઉન પાતાળ મહી.
રાખ ખુદ પર ભરોસો યાર તું અહીં, ને છોડ આ દુનિયાનો મોહ તું અહીં,
આ રિયલ્ટી છે "સ્વયમ્'ભૂ'," સ્વીકારી લે,
ને આ દુનિયા એક જંગલ છે, એ માની તું તારા રસ્તાને કંડારી લે.
અશ્વિન રાઠોડ "સ્વયમ્',ભૂ"