*"મધર ડે"* એ પશ્ચિમી રીત છે. કેલેન્ડરમાં 1 દિવસ નક્કી કરીને યાદ કરીએ કે માનું મહત્વ છે.
પણ આપણી સંસ્કૃતિમાં તો કહ્યું જ છે:
*"માતૃ દેવો ભવ"* = માતા એ સાક્ષાત દેવી છે.
માતા માટે કોઈ એક દિવસ નક્કી કરવાની જરૂર જ નથી.
એની મહેનત, જાગરણ, આંસુ, પ્રાર્થના... એ રોજની હોય છે.
આપણે ખાઈએ ત્યારે પીરસે, આપણે સૂઈએ ત્યારે જાગે, આપણે રડીએ ત્યારે હસાવે.
તો સાચો મધર ડે એ છે જ્યારે:
સવારે ઉઠીને પહેલો પ્રણામ માને કરીએ,
થાકેલી હોય ત્યારે એના હાથ-પગ દાબીએ,
અને મોઢેથી બોલીએ: "મા, તું છે એટલે હું છું."
- Chaudhary Khemabhai