Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લોકશાહીને જીવંત રાખવા મતદાન જરૂર કરીએ.
ફળ આઝાદીના મીઠાં ચાખવા મતદાન જરૂર કરીએ.

આઝાદ હિન્દના છીએ નાગરિક એ કદી ના ભૂલીએ.
હક્ક
ને ફરજ બંને નિભાવવા મતદાન જરૂર કરીએ.

શું થશે આપણા એક મતથી એવું કદી ના વિચારીએ.
ટીપે ટીપેથી સરોવર ભરવા મતદાન જરૂર કરીએ.

કેવળ આપણું નહીં પરંતુ સૌનું કલ્યાણ સદા નિહાળીએ.
નાગરિક તરીકે ફરજ બજાવવા મતદાન જરૂર કરીએ.

હક્ક અને ફરજ એ તો છે એક સિક્કાની બે બાજુ જેવાં,
સ્વતંત્રતાના મૂલ્યોને ટકાવવા મતદાન જરૂર કરીએ.

-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 112023206
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now