English Quote in Blog by સુરજબા ચૌહાણ આર્ય

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રો આજે હું તમને એક ઘટના કહુ જે મારી સાથે રાતે જ બની. અમે જે ઘરમાં રહીએ છીએ એ ઘરમાં ભૂત થાય છે.
જ્યાં સુધી અમે એ મકાનમાં ભાડે રહેતા ત્યાં સુધી કાંઈ નહોતું થતું પણ જ્યાર થી અમે ખરીદી લીધું ત્યાર થી ભૂત થાય છે. રાતે હું સૂતી હતી અચાનક 12:30 મિનિટે મારી નિંદર ખુલ્લી ગઈ તો એક કાળો પડછાયો દરવાજા માંથી આવ્યો અને બારી માંથી બહાર નીકળી ગયો. હું થોડીક ડરી ગઈ એટલે મને 3:30 મિનિટે નિંદર આવી. આના પહેલા પણ મારી સાથે આવી ઘટનાઓ બની ચુકી છે. એક વખત મારા પતિ ક્રિકેટ જોવા ગ્યા મને કહે હું ફોન કરું ત્યારે દરવાજો ખોલજે. તો 12:30 વાગ્યાં હું ફોન માં મ્યુઝિક સાંભળી રહી હતી. ફોન નો વોલ્યુમ 200 પર હતો. અચાનક બારી ખખડી અને મારા પતિનો અવાજ આવ્યો દરવાજો ખોલ. મેં ગુસ્સા માં કહ્યુ ખોલું છું. મેં રૂમનો દરવાજો ખોલ્યો. મેન ગેટ ખોલ્યો તો કોઈ નહીં. મને એમ કે બારી પાછળ ગ્યા હશે હમણા આવશે થોડીકવાર રાહ જોઈ તો કોઈ ના આવ્યું. એટલે હું સમજી ગઈ કંઈક ઘટના અજુગતી બની એટલે મેં દરવાજો બંધ કરીને રૂમમાં આવી ગઈ અને પતિદેવને ફોન કર્યો કે તમે ક્યાં છો તો કહે હું મેચ જોવું છું. પછી મેં બધી વાત કહી એટલે ઘરે આવી ગ્યા. એક વખત એતો આશાપુરા ચાલીને ગયા એ નખત્રાણા પહોંચ્યા હશે. રાતે 1:30 વાગ્યે દરવાજો ખખડ્યો અને દરવાજા પાસે કાળું પડછાયો ઉભો હતો.મને એમ દર્શન કરીને પાછા આવી ગયા હશે લાવ દરવાજો ખોલું પછી યાદ આવ્યું એતો હજી આશાપુરા ના મંદિર થી 50 કિમી દૂર હશે. બપોરે સુઈએ તો છાતી પર એટલો દબાણ આવે આપણને લાગે હમણાં આપણી જાન નીકળી જશે. હૂતો આશાપુરા નું નામ લઈને સુઈ જાઉં.પીઠબળ મજબૂત છે એટલે વધારે કાંઈ નડતુ નથી. રાતે ઘણી વખત છોકરી દેખાય અંબોડો સરખો કરતી કરતી દરવાજાની આરપાર થઇ જાય.
લી. "આર્ય "

English Blog by સુરજબા ચૌહાણ આર્ય : 112021984
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now