" હે ઈશ્વર "
નતમસ્તક છું હું, હે ઈશ્વર.
બીજું તો શું કહું? હે ઈશ્વર.
કસોટી સમજીને જીવનની,
કષ્ટો બધાં સહું, હે ઈશ્વર.
આસ્થા ન ડગમગવા દઈસ,
તારા સમીપ રહું, હે ઈશ્વર.
અંત વેળા પણ રહે સામે તું,
ન માંગુ એથી બહુ, હે ઈશ્વર.
"વ્યોમ" પર તું, ભોમ પર હું.
છતાં પણ તને ચહું, હે ઈશ્વર.
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર