"જિંદગી"
સપનાઓના વાવેતરમાં જિંદગી ખોવાઈ ગઈ,
રૂંધાતા શ્વાસમાં જિંદગી ઓલવાઈ ગઈ.
હતું ન હતું એ વિચારમાં જિંદગી ભેળવાઈ ગઈ,
યાદોની વાતોને રંગવામાં જિંદગી ઊજળાઈ ગઈ.
નાનકડા બીજ ને કુમળા વળાંકમાં જિંદગી લહેરાઈ ગઈ,
વહાલના એક મીઠા સ્પર્શમાં જિંદગી મલકાઈ ગઈ.
સમયના વહેતા પ્રવાહમાં જિંદગી વહેંચાઈ ગઈ,
અંતે "સ્વયમ્'ભૂ"ના શરણમાં જિંદગી સમાઈ ગઈ.
અશ્વિન રાઠોડ — "સ્વયમ્'ભૂ"