"બંધાયેલો નથી"
શબ્દોની માયાજાળમાં હું બંધાયેલો નથી કાયમ,
મને આમ તેમ ના શોધો હું ક્યાંય સંતાયેલો નથી કાયમ.
રહું છું હરપલ મારી જ યાદોમાં કાયમ,
હું કોઈની યાદોમાં બંધાયેલો નથી કાયમ.
રાહ બાકી હતી અને રહેશે હૃદયમાં કાયમ,
હું એક રાહ પર ચાલવા બંધાયેલો નથી કાયમ.
શબ્દોની રૂપરેખા ના મોતીમાં મને ના પરોવો કાયમ,
હું કોઈ એક દોરા સાથે સંકળાયેલો નથી કાયમ.
હજારો વખત જીવનના દોર બદલ્યા છે જિંદગીએ કાયમ,
હું કોઈ એક દોર પર જકડાયેલો રહ્યો નથી કાયમ.
પ્રતિભાઓના ચહેરાઓને બદલાતા જોયા છે અરીસામા કાયમ,
હું કોઈ રોજ રંગરૂપ બદલતો ચેહરો નથી કાયમ.
હજારો માણસોને મહેફિલો માણતા જોયા છે કાયમ,
હું કોઈ એક ચેહરો નથી' "સ્વયમ્'ભૂ" જે એક મેહફીલ માં હોય કાયમ.
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"