હતી એ વાડ
શાંત હતા પંખીઓના એ ટહુકા
શોધતા હતા મારગ એ પ્રાણીડા
હતી જે છાયા એ છીનવાઈ ગઈ!....
શાંત હતા....................
હતા એ આવળ બાવળ લીમડાના એ ઝાડવા
હતા એ સૌને કાપી કરાયા દૂર સૌને
હતા જેના આશરે પ્રાણીડા જોતા રહ્યા એ સૌ!..
શાંત હતા....................
શાંત લાગ્યા મુજને લહેરાતા ખેતરો
લાગ્યા નિશાસા નાંખતાં એ પ્રાણીડા સૌ
કેમ કે આશરો હતો જેનો એ છીનવાઇ ગયો!...
શાંત હતા.....................
નીકળી ગઈ ઝાડવાની વાડને થઈ ગઈ ફેન્સી વાડ
શોધતા હતા મારગ એ પ્રાણીડા બધા
સાંભળી સૂના ખેતરે જાણે તેમની એ વાચા !.....
શાંત હતા.........................
જય શ્રી કૃષ્ણ:પુષ્પા એસ ઠાકોર"પુષ્પ"