કશુંય તારું ન હોવા છતાં એ બધું ઈચ્છે છે,
ઈચ્છાઓ થકી પોતાનેજ બંધનમા બાંધે છે,
જાણે છે થોડું ઘણું સત્ય છતાં આચરતો નથી,
આચરણ વિના જગમાં એ કઈજ પામતો નથી,
માયાના બંધનમાં ફૂદડી ફરતો રહે છે માણસ,
પોતાની જ સાચી ઓળખને એ ખોજતો નથી,
મુક્તિ કયાં દૂર છે? એનો પણ એક ઉપાય છે,
જાણેલું જીવમાં ઉતારે તો દીવો સ્વયં પ્રગટે છે.
મનોજ નાવડીયા