અમુક સમયે કોઈની કોમેન્ટ પણ વિચારવા મજબૂર કરી દે છે.
કોમેન્ટ કરનાર ભાન સાથે કોમેન્ટ કરે છે કે પછી એક રોબોટ ની જેમ બસ કરવા ખાતર કરે છે.
કોમેન્ટ એટલે જે તે વ્યકિતએ લખેલા લખાણ પ્રત્યે આપણો ગમો કે અણગમો સામે લખાણ દ્વારા વ્યક્ત કરવો.
જેને સોશિયલ મીડિયા પર કોમેન્ટ નાં સ્વરૂપે ઓળખવામાં આવે છે.
કોઈ વ્યક્તિ દ્વારા લખાતું લખાણ જે મુજબ હોય તેને અનુરૂપ કોમેન્ટ કે પ્રતિભાવ આપવામાં આવે કે તે વિષયને અનુલક્ષીને કંઈ કહેવામાં આવે તો તેવો પ્રતિભાવ કે કોમેન્ટ યોગ્ય રહે છે.
મેં ઘણા સમયથી એમ બી જેવી સાઈટ પર કોમેન્ટ બાબતે રમૂજ ઉપજે તેમજ મનમાં પ્રશ્નાર્થ જન્મે કે ખરેખર કોમેન્ટ કરનાર વ્યક્તિ વાંચતું હશે કે પછી બસ ફક્ત કોમેન્ટ કરવામાં જ આનંદ આવતો હોય.
કોઈ સારું લખાણ લખે તો કદાચ તેના લખાણને બિરદાવવા "કયા બાત હૈ" કોમેન્ટ કરે તો યોગ્ય છે.
જ્યારે કોઈ દુઃખદ લખાણ લખ્યું હોય કે કોઈને શ્રદ્ધાંજલિ પાઠવી હોય ત્યાં પણ ક્યાં બાત હૈ કોમેન્ટ કરે તો કેટલું યોગ્ય રહે?
આ સમયે તે વ્યક્તિ લખાણ વાંચે છે કે પછી આંખો બંધ કરીને એક જ કોમેન્ટ કરે રાખે છે.
કોઈ સમજદાર વ્યક્તિ આ રીતે કરે તો યોગ્ય તો ના જ કહેવાય ને?
મને થતાં પ્રશ્ન મારા મતે બરાબર લાગે છે કે કોઈપણ લખાણ પ્રથમ વાંચવું જોઈએ. તેને સમજવું જોઈએ.
પછી જ તે મુજબ કોમેન્ટ રૂપે અભિપ્રાય આપવો જોઈએ નહીં તો પછી ખોટી લાઈક કે કોમેન્ટ આપીને અન્યની સાથે પોતાની જાતને છેતરવી યોગ્ય તો ના જ કહેવાય ને?
એક લાઈક નાં ચક્કરમાં બસ વિચાર્યા વિના જ કોમેન્ટ કરી દેવી કેટલી હદે યોગ્ય? હમણાં એક યુઝર્સ તો કોઈ ઈમેજ દેખાતી નથી કોઈ લખાણ દેખાતું નથી છતાં પણ ખોટી 'વાહ વાહ' કરે રાખે આવું સાહિત્ય પ્રત્યે રસ રુચિ ધરાવતા વ્યકિતઓ કરે તો કેટલી હદે યોગ્ય કહેવાય? પછી હશે દરેકની જેવી વિચારધારા.