કહું તો કોને કહું?
દર્દ અને ચાહતની વાત, કહું તો કોને કહું?
કેમ ગુજારી એકલાં રાત? કહું તો કોને કહું?
ના તો પલટીને જોયું કે, ના કહ્યું અલવિદા!
કેવી હતી એ મુલાકાત? કહું તો કોને કહું?
મહોબ્બત એમની ના મળી, તો ના સહી!
કેમ મળી દર્દની સોગાત? કહું તો કોને કહું?
બની શબ્દ ઊતર્યા કાગળે, દર્દ આ દિલનાં!
ગઝલ થકી એ રજુઆત, કહું તો કોને કહું?
વરસાદની જેમ, દર્દ વરસાવતું રહ્યું "વ્યોમ"
જાણે કે થયો ઉલ્કાપાત, કહું તો કોને કહું?
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.