પાવન કરોને આંગણું મારું, શ્રી ગણેશ દેવા,
પધારો ને વહેલા વહેલા, શ્રી ગણેશ દેવા.
અરજ કરે છે ભક્ત તમારો, શ્રી ગણેશ દેવા,
અરજ સુની વહેલા આવજો, શ્રી ગણેશ દેવા.
પાવન કરોને આંગણું મારું, શ્રી ગણેશ દેવા,
રિદ્ધિ સિદ્ધિ સહિત પધારો, શ્રી ગણેશ દેવા.
ફૂલોથી આંગણું સજાવ્યું, શ્રી ગણેશ દેવા,
હાર તોલાથી સ્વાગત કરુ, શ્રી ગણેશ દેવા.
પાવન કરોને આંગણું મારુ, શ્રી ગણેશ દેવા,
શુભ લાભને સાથે લાવો, શ્રી ગણેશ દેવા.
મોદક તણા લાડુ જમાડું, શ્રી ગણેશ દેવા,
દૂધપાક તણો થાળ ધરું, શ્રી ગણેશ દેવા.
પાવન કરોને આંગણું મારુ, શ્રી ગણેશ દેવા,
ધન્ય ધન્ય ભાગ્ય થાજો, શ્રી ગણેશ દેવા.
મુશક પર સવારી તમારી, શ્રી ગણેશ દેવા,
"સ્વયમ'ભુ"કરું સેવા તમારી, શ્રી ગણેશ દેવા.
પાવન કરોને આંગણું મારુ, શ્રી ગણેશ દેવા,
પધારોને વહેલા વહેલા, શ્રી ગણેશ દેવા.