નથી મારા માં કોઈ ક્ષમતા કોઈ સબંધને સાચવી ને રાખવાની.
નથી મારા માં કોઈ ક્ષમતા નજીક ના સબંધો રાખવાની..
નથી મારા માં કોઈ ક્ષમતા કોઈ પણ વ્યક્તિ પર ભરોસો કરવાની...
નથી મારા કોઈ ક્ષમતા કે માપતોલ ના હિસાબે રહેવાની....
કે મને એકલું રહેવું પરવડશે પણ...
ખોટું કોઈની હા માં હા કરવું નહીં પરવડે...
ખોટું કોઈને ખુશ રાખવા ચાર શબ્દો બોલવા નહીં પરવડે.
નહીં પરવડે મને એ સબંધ ક્યાં જ્યાં સમજી વિચારી ને આગળ વધવું પડે......
હું શું કરું હું શું કરું.....
નથી મારો આ સ્વભાવ કે હું બીજા જેવી થઈ જાઉં.
હું તો સાવ કાચ જેવી પારદર્શ અને દુનિયા ના તો અનેક રંગ...
સમય આગળ વધતા વધતા રોજ એક નવો ચહેરો દેખાય..
પણ હું તો આમાંથી નથી
અને એટલે કદાચ આ ભીડ ના હિસ્સો ના થઈ નવા હું એકલી ઊભી છું..
મારા માં ક્ષમતા નથી બીજા જેવું થવાની...
મારા માં ક્ષમતા નથી બીજા જેવું થવાની.