ઘણીવાર એવું થતું હોય છે ને કે આપણે ખૂબ જ પ્લાનિંગ સાથે ચાલતા હોઈએ છીએ કે આના પછી આ, આના પછી આવું કરશુ પરંતુ અહીંયા આખરે તો જીવન સેકન્ડ બદલાઈ જાય છે.
તો મારું એવું કહેવું છે કે તમે જે પણ પળમાં જીવો છો એ પણ નહીં એટલું સારું જીવો કે કોઈ મનની ઈચ્છા બાકી ના રહી જાય બાકી તો એવું છે કે વર્ષોથી ઘડાયેલા જીવનને તૂટતા વાર નથી લાગતી અને આ જ રીતે મેં થોડુંક અલગ લખેલું હતું.
કે કલાકના સમયને મિનિટમાં જતા જોયો છે,
વર્ષો જુના સંબંધોને મેં સેકન્ડમાં તૂટતા જોયાં છે.
ને આજકાલ એક પછી એક આજે ઘટનાઓ બની રહી છે એના ઉપર મારી કલમ કાંઈક એવું લખે છે
કે જીવન જીવવું છે તો થોડું જીવને પણ ગમતું કરવા દે,
કોઈ ભરોસો નથી જીવનો,
તું જીવ ને જીવે ત્યાં સુધી જીવવા દે.
કે એક ઘડીએ નથી કોઈ ભવિષ્યના ભરોસા,
જીવન આવે જેમ તેમ એ જ રીતે જીવી લે.
કે અહીં શ્વાસનું વચન પણ ક્યાંયે લખાયેલું નથી,
હવે જે છે પણ પળ મળે એને જીવી લે.
કે રડવું હોય કે હસવું, બધું જ ગમતું કરી લે,
આ હ્દય ધબકે છે જ્યાં સુધી તેટલું મનગમતું જીવી લે .
કે સપનાની સાથે જો ભંગાઈ જાય તોહ હારતો નહીં,
એ જ તુકડાઓ ને જોડી તું ગમતું જીવી લે.
'કિર્તન' કહે કે હવે મનમાં ભવિષ્ય મૂકી ના જીવતો,
બસ ઈશ્વર ના ચરણોમાં અને વર્તમાનને ગમતું જીવી લે.
Writer ✍🏻 Dr Kirtan Chheta ✍🏻❤️ 🎤..