Gujarati Quote in Poem by kirtan chheta

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કરશે નીલામ ભરી મહેફિલમાં કશો વાંધો નહીં,
વાતો મારી કાંટા જેવી કરે તો પણ કશો વાંધો નહીં.

આગળ વધવું એક જ વિચાર આરામ છે હરામ,
પછી ભલે ને શરીર થાક ખાય કશો વાંધો નહીં.

આદત છે નદી જેમ શાંત રહી આગળ વધવાની,
એમાં ભલે ગંદકી થાય તો પણ કશો વાંધો નહીં.

ઈચ્છાઓ અને સપનાઓ સઘળાં ભરપૂર જોયાં છે મેં,
લડખડાતા ડગમગાવતા પણ પૂરી થાય તો પણ વાંધો નહીં.

મારો અહમ તમને ના ગમે તો પણ કશો વાંધો નહીં,
નમવું નથી સર કલમ થાય તો પણ કશો વાંધો નહીં.

વાત એટલી કે જીવન આખું હસતા હસતા જાય,
પછી ભલે ને એકલા જીવાય તો પણ કશો વાંધો નહીં.

ઇશ્ક ભલે કોઈથી ન થાય તો પણ કશો વાંધો નહીં,
ઇશ્ક જો શિવ સાથે થાય તો પણ કશો વાંધો નહીં.

હૃદયનું રુધિર ભલેને ઝડપથી વહેતું જાય તો પણ કશો વાંધો નહીં,
પછી ભલે ને શરીર આખું થાક થાય તો પણ કશો વાંધો નહીં.

વાત એટલી કે આગની જેમ વિચારો વિશ્વમાં પ્રકાશિત થાય,
પછી ભલે ને મારું સન્માન થાય તો પણ કશો વાંધો નહીં.

Writer ✍🏻 Dr Kirtan Chheta.

Gujarati Poem by kirtan chheta : 111982666
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now