Gujarati Quote in Poem by Sachin Rawal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું તું હક જતાવીશ....?
"તું મારું ધ્યાન તો રાખે છે,
પણ તું એને હક થી જતાવીશ ?

તું મારું ધ્યાન તો રાખે છે,
પણ મારી સુરક્ષા માટે, અહીંયા ત્યાં જેમ તેમ ફરીશ નહિ,
શું તું એવો હક થી જતાવીશ ?

તું મારું ધ્યાન તો રાખે છે,
પણ મારું ચરિત્ર નું માન જળવાય રહે, એ માટે ગમે તેવા છોકરા ને ના મળીશ,
શું તું એવો હક જતાવીશ ?

તું મારું ધ્યાન તો રાખે છે,
પણ મારા અમુક ખોટા નિર્ણયો પર તું તારી સત્ય ની મોહર લગાવીશં,
શું તું એવો હક જતાવીશ ?

તું મારું ધ્યાન તો રાખે છે,
પણ નાની નાની વાતો પર તારી સમજદારી ને બાજુ માં કરી ને ફક્ત,
શું તું હક જતાવીશ ?

તું મારું ધ્યાન તો રાખે છે,
પણ તું મને રાણી ની જેમ નહિ પરંતુ તારા હ્ર્દય ની સામ્રાજ્ઞી બનાવી ને રાખીશ,
શું તું એવો હક જતાવીશ ?

Gujarati Poem by Sachin Rawal : 111981560
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now