પ્યાર કી જીત :~ શોર્ટ સ્ટોરી
“ચલો એકબાર ફીરસે અજનબી બન જાયે”
વર્ષો બાદ આ ગીત સાંભળતા જ ભૂતકાળ ફરીવાર ચલચિત્ર ની જેમ આંખ આગળ ફરીવાર જીંવત થઇ ઉઠયો. હા હા એજ ગીત છે જે શેખર ગણગણ્યો હતો
કહેવાની હિંમત ના હોય કાગળની ચબરખી મારા હાથમાં થમાવી ક્યાંક અદ્રશ્ય થઇ ગયો હતો
આજ ૨૫ વર્ષ ના વહાણા વીતી ગયા ના એની કોઇ ખબર ના પત્ર
માથે જાણે આભ તૂટી પડ્યું મારા પર
એના ગયા પછી ખબર પડી કે મને ૨ મહિનાનો ગર્ભ રહી ગયો હતો
ધરવાળાની લાખ મન્નત અને સમાજના મહેણાંથી બચવા શેખરની યાદની અંતીમ નીશાનીને પાલવમાં છુપાવી નોકરીમાં બદલી લઇ સુરત હંમેશ માટે આવી ગઇ હતી
દૂર હોવા છતાં દીલ એ વાત સ્વીકાર કરવા તૈયાર ના હતું હંમેશ એજ ફીલીંગ આવતી કે. દીલની સાચીતડપ ભલે દેરથી પણ એકવાર જરુર એક થઇને રહેશે આજે આ ગીતની કડી રહી રહીને દીલને અહેસાસ કરાવી રહી હતી એ દીવસ દવે દૂર નથી
નોકરી ને કારણે પરવશ તો ના હતી પરંતુ એકલતા જરુર ખટકતી
शेખરના કોઈ જ સમાચાર નહતા
ના જાણે ક્યાં ક અદ્રસ્ય જ થઇ ગયો હતો
ગંગાબા ,હમારા પાડોશીના સાથ સહકારથી નવજાત દીકરીને મુશ્કીલો વચ્ચે પ્યારની નીશાનીને અંગે લગાવી ભણાવી ગણાવી મોટી કરી આબેહૂબ એમની જ કોપી જોઇલો! ઘણીવાર એ મને એના પપ્પા ક્યાં છે ?પૂછતી પરંતુ મારી પાસે એનો કોઇ જવાબ ના હતો .
એકદિવસ દીવાળી નજદીક હોય ઘરની સાફસૂફી કરતા ક્યાંકથી એના પપ્પાની છબી એને હાથ લાગી ગઇ ,છબીને આધારે તપાસ કરતી રહી .છેને ।સાચા દીલની તડપ એક કરીને જંપે છે
આજે મારી ૪૫ મી વર્ષગાંઠ હતી દીકરી સવારે ગઇ ત્યારે પૂછતી ગયી હતી?
મમ્મી આજ તારી બર્થ ડે પર શુ ગીફટ જોઇએ છે ?
મારે તારા સાથ વીના બીજી કોઇ ગિફ્ટ ની જરુર નથી.સાંજે જોબ પરથી ધરે આવી દ્વાર ખટખટાવ્યું , મેં રસોઇ કરતા કરતાજ જઇ દોર ખોલ્યુ ,સામે મુશકુરાઇ બર્થડે વીશ કર્યુ અને શ્રી બોલી ,જા મમ્મી બહારથી તારી ગીફટ લઇ આવ .
જેવી મેં ગીફટલેવા દ્વાર ખોલ્યું !સામે નતમસ્તક શેખર બાહો ફેલાવી ઉભો હતો હું પણ જોતાજ ભાન ભુલી એમની બાહોમાં સમાઈ ગઈ
પાસ્ટને ઉલેચવાની જરુર રહી નો’તી
બીતી ગઇ સો રાત ગઈ .
નવી જીંદગી સાચેજ અનરાધાર ખુશીઓ ને છોળ બની હમને ત્રણેને ભીંજવી રહી છે .હવે અજનબી કોઇજ નથી રહ્યુ ,એકજ લાગણીના અંશ બની ધબકી રહ્યા છે ,આજીવન . કુદરતની અસીમક્રુપા.
“અજનબી ફીરસે હમસફર બન
નીકલ પડે નઇ મંજીલકી ઓર”