માઁ.....
માઁ ઓ મારી લાડલી માઁ , ઓ મારી વહાલી
મમતાનો દિપક છે તું માઁ , તુ પસરતો જાય છે.
જીવન આખું મારુ ખુશીઓથી પ્રકાશિત થાય છે.
તારી ગોદમાં માઁ સુકુનની ચાદર પથરાય છે........
તારો હાથ જયારે સર પર રહે ,
મીઠી ઉફ આપી જાય છે.
પ્રેમનો દરિયો તારી આંખોમાં ઉભરાતો જાય છે.......
માઁ ઓ મારી લાડલી માઁ , ઓ મારી વહાલી માઁ....
મમતાનો દિપક છે તું માઁ , તુ પસરતો જાય છે.
તુ મને સંભળાવે યાદો મીઠી મારા બાળપણની ,
એ મારુ કાલુ ને ઘેલું બોલવું ને ચાલવું....
ને મને જોઈ એ હરખાવું માઁ તારુ...
અનોખું બંધન હશે આમ મારુ તુજથી.
જયારે જયારે નિરખ્યુ તું જ મનને...
ત્યારે ત્યારે બસ મમતા તારી જોઈ...
માઁ ઓ મારી લાડલી માઁ , ઓ મારી વહાલી માઁ.
મમતાનો દિપક છે તું માઁ , તુ પસરતો જાય છે.
તારા દિલમાં ભરેલી અમી વરસતી જાય છે...
મારા ભવિસ્ય ની ચિન્તા ઘણેરી સતાવે તને હજી!
સુખથી ભરેલું રહે, જીવન મારુ આખું ઘણું!
એવી દુઆઓથી ઝોળી ,માઁ તું ભરતી જાય છે.
માઁ ઓ મારી લાડલી માઁ , ઓ મારી વહાલી માઁ....
@કપિલા પઢીયાર