રોજરોજ નૈં તો કૈં નૈં ક્યારેક મળવાનું રાખો.
છે નિશાની તમારીને ક્યારેક સંભારવાનું રાખો.
મારી શેરીમાં છે ઘર તમારું કે તમારીમાં મારું?
જે હોય તે ભલે પણ ક્યારેક નિહાળવાનું રાખો.
ચાલ્યું આવે છે ગતાનુગત્ આદમના વખતથી,
વસીને ઉરે અમારા કયારેક સળવળવાનું રાખો.
આપણે તો ૠતુવત્ ગીત ગાનારાં પંખીડાંને,
અવરના આહ્લાદાયક ક્યારેક સાંભળવાનું રાખો.
એમ તો મારેય છે મારું પોતાનું સ્વ પોકારતુંને,
તાલમેલની નિતિથી ક્યારેક પંપાળવાનું રાખો.
જેવા સાથે તેવા ના થઈએ અમુક હદ લગીએ,
નિર્બળમાં ખપાવે તો ક્યારેક ઊકળવાનું રાખો.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.