સમદરની નજીકમાં વસતું ગામ લાગે મઝાનું.
બળવંત હોય બોખીરા એ નામ લાગે મઝાનું.
સુવાસ સુદામાને ગાંધીની વાયરા સાથે આવે,
ઘાટ અશ્માવતીને દરિયો તમામ લાગે મઝાનું.
દૂધ વહેંચતા માલધારીઓને ખમીરવંતા ખેડૂ,
ગામના ચોરે શિવ હનુને શ્રીરામ લાગે મઝાનું.
દાંડિયારાસ મહેરજ્ઞાતિનો જગવિખ્યાત જાણે,
હોળીના પડવે રમતા સૌનું કામ લાગે મઝાનું.
પ્રવેશ કરતા ઝાંપામાં રામદર્શન જે કરાવનારું,
ફળિયાં અટક મુજબનાંને આમ લાગે મઝાનું.
વતન મારું વૈભવશાળી વૈંકુઠ વામણું મને લાગે,
નિવૃત્તિમાં બેઠા અમે ઠરીને ઠામ લાગે મઝાનું.
જન્મભૂમિને જનની જ્યાં સ્વર્ગ સૂનું જણાતું,
ભૂમિની માટી મહિમાવંત પ્રણામ લાગે મઝાનું.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.