કામ માનવતાનાં કરતા જોઈને હરિવર હરખે.
નિજજન પોતાના જાણીને રહેતા એની પડખે.
જનેજનમાં જુએ જનાર્દન જનસેવા કરનારા,
હરિ ગણી એને હેત કરે ત્યાં તો હરિવર હરખે.
રામનામને રામકામનો સમન્વય જીવનમાં આવે,
સાચા બંદા નિહાળીને શ્રીપતિ કેવા એ તો મરકે.
કામ હરિનું કરનારાને હરિવર પોતાના ગણી રાખે,
ભક્ત શોધવા જવા ન પડતા એમાં જ એ તો પરખે.
અત્ર,તત્ર, સર્વત્ર વ્યાપે છે હરિવર એટલું જે સમજે,
દીનદુઃખી કરી સહાય નિ:સ્વાર્થ હરિને એ તો નોતરે.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.