મારું સમગ્ર જીવન હો મહાદેવના ચરણે.
કોટિકોટિ એને નમન હો મહાદેવના ચરણે.
હાલતાં, ચાલતાં, કામ કરતાંને શ્વસતાં,
શિવ નામનું વસન હો મહાદેવના ચરણે.
પંથ કપાતો ડગલેપગલે યાદ શિવને કરી,
નેહ નીતરતાં નયન હો મહાદેવના ચરણે.
ના રહે રાગ કે દ્વેષ કોઈના પ્રતિ ક્યારેય,
સ્મરણે ઉર ધડકન હો મહાદેવના ચરણે.
રહે સામીપ્ય નિતનિત સદાશિવ શંકરનું,
રંગાયેલ ભક્તિમાં મન હો મહાદેવના ચરણે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.