આફતવેળા આવજોને ભક્તવત્સલ શ્રીહરિ.
વેદવચન તમે પાળજોને ભક્તવત્સલ શ્રીહરિ.
મકરગ્રાસથી ગજ ઉગાર્યો,
જ્યાં એ ઉરભાવે પોકાર્યો.
વસમીવેળા તમે ટાળજોને ભક્તવત્સલ શ્રીહરિ.
દ્રૌપદીનાં ચિર પૂરનારા,
પ્રહલાદને ઉગારનારા.
આપદા મારી નિવારજોને ભક્તવત્સલ શ્રીહરિ.
ઉર તમારું નવનીત ભૂલાવે,
સાદ કરું જ્યાં સત્વરે આવે.
ગરુડગામી પધારજોને ભક્તવત્સલ શ્રીહરિ.
નાથ દયાનિધિ અંતરયામી,
હાજર થૈ દેજો હાથ થામી.
અંતર આવકારે આવજોને ભક્તવત્સલ શ્રીહરિ.
મારે એક ભરોસો છે ભારી,
કૃપાદ્રષ્ટિ તમે કરો ખરારી.
પ્રતિક્ષા મારી તમે મીટાવજોને ભક્તવત્સલ શ્રીહરિ.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.