આજકાલ "Ghibli-styled" ઈમેજીસનો ટ્રેન્ડ ઘણી જ ઝડપથી વધી રહ્યો છે! જોકે, મોટાભાગના લોકો આ સુંદર કળાની પાછળ કામ કરતી ટેક્નોલોજીને એટલી બધી જાણતા નથી! જો તમે વિચારતા હો કે AI કેવી રીતે તમારી ઈમેજને Ghibli-styleના એક આર્ટપીસમાં બદલી શકે, તો તેને સરળ ભાષામાં સમજીએ!
હવે AI શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
AI એટલે "આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ," જેને આપણે "કૃત્રિમ બુદ્ધિમત્તા" પણ કહી શકીએ! તે એક ટેક્નોલોજી છે જે અસંખ્ય ડેટાની મદદથી નવું શીખી શકે છે અને નવા પરિણામો આપી શકે છે!
AIને ટ્રેઈન કરવા માટે મોટા પ્રમાણમાં ડેટાસેટ્સ બનાવવામાં આવે છે, જેમાં અબજોની સંખ્યામાં ઈમેજીસ, લખાણ, અવાજ અને અન્ય પ્રકારના ડેટા હોય છે!
જો તમે AI ને કંઈક પૂછો, તો તે પહેલેથી જ સ્ટોર કરેલા ડેટાને એનાલાયઝ કરીને અને સવાલની પેટર્ન અને સવાલમાં રહેલ કિ વર્ડને ઓળખીને જવાબ આપે છે પણ ક્યારેક જવાબો ખોટા પણ હોય છે!
હવે Ghibli-styled ઈમેજ કેવી રીતે બને છે?!
Ghibli-styled ઈમેજ જનરેશન માટે GANs (Generative Adversarial Networks) અને Neural Style Transfer જેવા મોડલ્સ વપરાય છે! આ મોડલ્સ મોટા ડેટાસેટ્સ પર ટ્રેઇન થાય છે, જેમાં અસંખ્ય એનિમેટેડ ઈમેજીસ, Ghibli-styled ઈમેજીસ અને વિવિધ રંગો અને શેડ્સનો ઉપયોગ થાય છે!
જ્યારે તમે તમારી ઈમેજ અપલોડ કરો છો ત્યારે AI એ ઈમેજનું માળખું, રંગો અને પ્રકાશને સ્કેન કરે છે અને ત્યારબાદ AI પોતાના ડેટાસેટ્સમાં પહેલાથી જ સ્ટોર કરેલી Ghibli-styled ઈમેજીસ સાથે તમારી ઈમેજની વિશેષતાઓ મેચ કરી વિશ્લેષણ કરે છે!
ત્યારબાદ AI તમારી ઈમેજ પર એનિમેટેડ સ્ટ્રોક્સ, રંગો, શેડ્સ અને બાકીની ડિટેઇલ્સ ઉમેરે છે!
અને અંતે AI તમારી ઈમેજને Ghibli-styleમાં કનવર્ટ કરે છે!
-નીલકંઠ