આસમાન સર કરવામાં પાતાળનો માર્ગ ભૂલી ગયા,
મનની અંદરની વાતોને ધ્યાનમાં રાખવાનું ભૂલી ગયા.
માર્ગ સારો પસંદ કરવામાં પણ, અનીતિ આચરી ગયા,
દિલના સત્ય અવાજને દબાવીને, ધન વૈભવ જીતી ગયા.
અંતઃકરણ શુદ્ધ કરી લેજો,વિચારી લેજો એક વખત,
ઈશનું નામ ભૂલી ગયા, પૂર્વના સંસ્કાર ભૂલી ગયા.
દર વખતે કહેવાનું ના હોય,હ્રદયનો માર્ગ ખુલ્લો જ હોય,
છતાં પણ આપણે વૈભવ કાજે, સંસ્કારી વાતો ભૂલી ગયા.
- કૌશિક દવે
- Kaushik Dave