જીંદગી તારી રંગભૂમિ પર કેવાં કેવાં અભિનય આપે છે,
ખુશ કરવા મથતો હું બસ ત્યારે જ દુઃખ કેમ આપે છે?
સઘળી વ્યથાની કબર બનાવી બેઠો હતો તેની ઉપર,
સ્મૃતિઓથી યાદ અપાવી દફન દર્દને કેમ ખોદી આપે છે?
તું જાણે છે ગણિતમાં રહ્યાં છે અમે થોડાં કાચા,
તો પણ અઘરાં દાખલા ગણવા જ કેમ આપે છે?
તારા અસ્તિત્વ પર કદી કર્યા નથી મેં કોઈ પ્રશ્નોનો,
છતાં તું કઠિન કીરદાર તારા રંગમંચ પર કેમ આપે છે?
- Parmar Mayur